IND vs AUS T20: હાર માટે રોહિત શર્માએ બોલર્સને ગણાવ્યા જવાબદાર, આપી ચેતવણી
ભારે પડી રહેલા સ્ટીવ સ્મિથની ઉમેશ યાદવે લીધી વિકેટ
વાત એમ છે કે, 12 ઓવરમાં ટીમ ઈન્ડિયા પર ભારે પડી રહેલા સ્ટીવ સ્મિથે પહેલા બે બોલમાં એક સિક્સર અને એક ચોગ્ગો ફટકારીને 10 રન બનાવી લીધા હતા. ત્યારે બાદ ઉમેશ યાદવે ઓવરનો ત્રીજો બોલ બહાર તરફ નાખ્યો હતો જેના પર સ્મિથે કટ લગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ બેટની એકદમ નજીકથી નીકળીને વિકેટકીપરના હાથમાં ગયો હતો. બોલ બેટને અડ્યો હોવાનો ઉમેશ યાદવને પૂરતો વિશ્વાસ હતો અને તેણે અપીલ પણ કરી હતી.
6,6,6… હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયન બોલરને ધોઈ નાખ્યો, મોહાલીમાં સિક્સરનો વરસાદ
એક જ ઓવરમાં ફરીથી થયું આ પુનરાવર્તન
કેપ્ટન રોહિત શર્માને પણ એવું લાગ્યું હતું પરંતુ અમ્પાયરે પૂરી રીતે નકારી દીધું હતું. આ વચ્ચે રોહિતે કાર્તિક પાસે સલાહ માગી હતી પરંતુ તે પૂરી રીતે સ્પષ્ટ નહોતો. જો કે, તેમ છતાં રોહિતે ડીઆરએસ લીધું અને બોલ સ્મિથના બેટને અડીને નીકળ્યો હોવાનું સ્નિકોમીટરમાં સામે આવ્યું હતું અને તેને પેલેલિયન ભેગા થવું પડ્યું હતું. કેપ્ટનના લીધે ભારતને એક મહત્વની વિકેટ મળી હતી.
દિનેશ કાર્તિક પર ગુસ્સે થયો રોહિત શર્મા
સ્ટીવ સ્મિથની વિકેટ બાદ આ જ ઓવરમાં ફરીથી તેવી સ્થિતિ બની હતી. આ વખતે ક્રિકેટર ગ્લેન મેક્સવેલ હતો. ઉમેશ યાદવે છેલ્લો બોલ શોર્ટ પિચ ફેંક્યો. બોલ માથા પરથી નીકળતાં દિનેશ કાર્તિકે કેચ કર્યો હતો. આ વખતે પણ તે પૂરી રીતે સ્પષ્ટ નહોતો. જો કે, રોહિત શર્માને બોલ બેટ સાથે અથડાયો હોવાનો અવાજ સંભળાયો હતો અને તેણે કાર્તિકને આ વાત કહી હતી. કેપ્ટને ડીઆરએસ લેવાનો નિર્ણય લીધો હતો, આ વખતે પણ ફરીથી તે સાચો સાબિત થયો અને એક જ ઓવરમાં બે વિકેટ મળી. કાર્તિકની અસ્પષ્ટતાથી રોહિત ગુસ્સે થઈ ગયો હતો તો દિનેશ કાર્તિક પણ ગંભીર થવાના બદલે હસતો રહ્યો હતો. ત્યારબાદ તેણે તેનું માથું પકડી લીધું હતું. જો કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટને આમ મજાકમાં કર્યું હોવાનું વીડિયો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે.
Read Latest Cricket News And Gujarati News