પહેલી મેચમાં નહીં હોય રોહિત શર્મા
કેપ્ટન રોહિત શર્મા પહેલી મેચમાં નહીં રમે. પારિવારીક કારણોસર તેણે રજા લીધી છે. ત્યારે પહેલી મેચમાં ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હશે. ભારત જ નહીં પણ ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન પણ બદલાઈ ગયો છે. પૈટ કમિંસની માતાનું નિધન થતાં તે ભારત પરત ફર્યો નથી. આવામાં સ્ટિવ સ્મિથ કેપ્ટનસી સંભાળશે. તો સીરિઝ શરુ થાય એ પહેલાં જ શ્રેયસ અય્યર ઘાયલ થઈ ગયો છે. અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ પણ તે પૂરી કરી શક્યો નહોતો. એની જગ્યાએ હજુ સુધી કોઈ પણ જાતના રિપ્લેસમેન્ટની જાહેરાત થઈ નથી.
વનડેમાં ટીમ ઈન્ડિયા નંબર-1
ટીમ ઈન્ડિયા વનડેમાં નંબર 1 ટીમ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા નબંર 2 પર છે. બંને વચ્ચે માત્ર બે જ પોઈન્ટનું અંતર છે. જો ઓસ્ટ્રેલિયા સીરિઝ જીતી જાય છે તો રેન્કિંગ બદલાઈ શકે છે. જો બંને ટીમો વચ્ચે રમાયેલી ગઈ વનડે સીરિઝને જોવામાં આવે તો તેમાં ઓસ્ટ્રેલિયાની જીત થઈ હતી. આ સીરિઝ ઓસ્ટ્રેલિયામાં જ રમાઈ હતી. જેમાં ભારતને 1-2થી હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો હતો.
બંને ટીમો વચ્ચેના રેકોર્ડ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચોનો રેકોર્ડ જોવામાં આવે તો અત્યાર સુધીમાં બંને ટીમો વચ્ચે કુલ 143 મેચ રમાઈ છે. જેમાંથી 80 ઓસ્ટ્રેલિયા અને 53 મેચ ભારતે જીતી છે. જો ભારતમાં રમાયેલી વનડે મેચો પર નજર કરવામાં આવે તો બંને ટીમ કુલ 64 વાર આમને સામને થઈ છે. અહીં ઓસ્ટ્રેલિયાએ 30 અને ભારતે 29 વનડે મેચ જીતી હતી.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલયા વનડે સીરિઝ
પહેલી મેચઃ 17 માર્ચ, શુક્રવાર, મુંબઈ (બપોરે 1.30 વાગે)
બીજી મેચઃ 19 માર્ચ, રવિવાર, વિશાખાપટ્ટનમ (બપોરે 1.30 વાગે)
ત્રીજી મેચઃ 22 માર્ચ, બુધવાર, ચેન્નાઈ (બપોરે 1.30 વાગે)
Latest Cricket News And Gujarat News