IND Vs AUS: માત્ર ખરાબ બોલિંગ નહીં, આ કારણો પણ હાર માટે જવાબદાર, 208 રન પછી પણ ભારત ઓસ્ટ્રેલિયાને રોકી ના શક્યું - these reasons are also responsible for india lost against australia in 1st t20

IND Vs AUS: માત્ર ખરાબ બોલિંગ નહીં, આ કારણો પણ હાર માટે જવાબદાર, 208 રન પછી પણ ભારત ઓસ્ટ્રેલિયાને રોકી ના શક્યું – these reasons are also responsible for india lost against australia in 1st t20


વર્લ્ડકપ પહેલા ભારત ઓસ્ટ્રેલિયા અને ભારત સાઉથ આફ્રિકાની સિરીઝ મહત્વની માનવામાં આવી રહી છે. આ મેચોને મહત્વની પ્રેક્ટિસ મેચ તરીકે જોવામાં આવી રહી છે. ભારતે મોહાલીમાં રમાયેલી પહેલી T20 મેચમાં બેટિંગમાં ઉતરીને શાનદાર પ્રદર્શન કરીને 208 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો. પરંતુ ભારત સામે ઓસ્ટ્રેલિયાએ ઘૂંટણી ટેકવાના બદલે પહેલા જ બોલથી પોતાના પ્લાન પ્રમાણે રણશિંગુ ફૂંકી દીધું હતું. ભારતીય સિનિયર બોલર્સે રનોનો વરસાદ કર્યો અને ઓસ્ટ્રેલિયાને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા, કેચ પણ છૂટ્યા પરંતુ આ સિવાય પણ કેટલાક કારણો છે કે જે ભારતની હારનું કારણ બન્યા છે. ભારતે વર્લ્ડકપ પહેલા આ ભૂલોને સુધારવાની જરુરી છે.

ઓસ્ટ્રેલિયામાં અનુભવી ખેલાડીઓની ગેરહાજરી અને ભારતીય ટીમમાં સ્ટાર ખેલાડીઓ હોવા છતાં ટીમને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ વર્લ્ડ નંબર વન ટીમ છે પરંતુ બોલિંગ અને ફિલ્ડિંગમાં જે થયું તેના કારણે ઘણાં સવાલો ઉઠી રહ્યા છે. સિનિયર ખેલાડીઓ પણ ઓસ્ટ્રેલિયાને રોકવામાં અને કેચ કરવામાં નિષ્ફળ રહ્યા હતા, આવા કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, રોહિતે મેચ બાદ બોલર્સ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો અને આગામી મેચમાં આ મેચમાંથી મળેલા શબકને યાદ રાખશે તેમ પણ જણાવ્યું હતું. આવો જાણીએ બોલિંગ સિવાયના પણ કેટલાક કારણો કે જેના લીધે ભારતે જંગી સ્કોર પછી પણ ઓસ્ટ્રેલિયા સામે હારવું પડ્યું હતું.

સિનિયર્સનું ખરાબ બોલિંગ પ્રદર્શન
લાંબા સમય પછી ટીમમાં એન્ટ્રી કરીને અક્ષર પટેલે 17 રન આપીને 3 વિકેટ લઈને રંગ રાખ્યો હતો. પરંતુ બાકી સિનિયર ખેલાડીઓએ રનની લહાણી કરી હતી. જેમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 54 રન આપ્યા હતા અને એક પણ વિકેટ લેવામાં સફળ નહોતો થયો. એશિયા કપમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે ભૂવનેશ્વર કુમાર સાથે 19મી ઓવરમાં જે થયું હતું તે પ્રમાણે જ ઓસ્ટ્રેલિયા સામે થયું હતું. અહીં ભૂવનેશ્વરે 19મી ઓવરમાં 16 રન બનાવ્યા હતા. જ્યારે ઉમેશ યાદવે બે ઓવરમાં 27 રન આપ્યા હતા. ચહલે (3.2 ઓવરમાં) 42 રન આપ્યા હતા. જ્યારે હર્ષ પટેલે 49 રન આપ્યા હતા.

ખરાબ ફિલ્ડિંગ: 3 આસાન કેચ છોડ્યા
અક્ષર પટેલે 8મી ઓવરમાં હાર્દિકના બોલ પર ગ્રીનને જીવનદાન આપ્યું હતું, ત્યારે તે 43 રન પર હતો. 9મી ઓવરમાં રાહુલે લોંગ ઓફ પર સ્મિથનો કેચ છોડ્યો હતો. એક કેચ હર્ષલ પટેલે છોડ્યો હતો.

DRSની તક ગુમાવી જે મોંઘું પડ્યું
5મી ઓવરના ત્રીજા બોલ પર ચહલના બોલ પર ગ્રીનના પેડ પર બોલ વાગ્યો હતો. પરંતુ કોઈ ખેલાડીને DRSનો વિચાર આવ્યો નહોતો. હળવી અપીલ પછી તેને છોડી દીધું હતું. જોકે આ પછી ચેક કર્યું તો જોવા મળ્યું કે બોલ સ્ટમ્પમાં જતો હતો અને લાઈનમાં પણ હતો, એ સમયે ગ્રીન 17 રન પર હતો.

ઉમેશ યાદવના સિલેક્શન સામે ઉઠ્યા સવાલ
લગભગ સાડા ત્રણ વર્ષ પછી ઈન્ટરનેશનલ T20માં રમવા માટે ઉતરેલા ઉમેશ યાદવને લઈને કેટલાક સવાલો ઉઠ્યા છે. સિનિયર બોલર હોવા છતાં તેને પહેલી જ ઓવરમાં 4 ચોગ્ગા પડ્યા હતા. ઉમેશને બે વિકેટ મળી પરંતુ તેના સિલેક્શનને લઈને કેટલાક સવાલો થઈ રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *