IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટની જગ્યા બદલાઈ, આ કારણે ધર્મશાલામાં નહીં પણ અહીં રમાશે - ind vs aus 3rd test moved to indore from dharmshala border gavaskar trophy

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટની જગ્યા બદલાઈ, આ કારણે ધર્મશાલામાં નહીં પણ અહીં રમાશે – ind vs aus 3rd test moved to indore from dharmshala border gavaskar trophy


નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ આગામી પહેલી માર્ચે ધર્મશાલામાં યોજાવાની હતી, પરંતુ હવે એક નવી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી છે. ખરેખરમાં મદાન મેચની મેજબાની માટે તૈયાર નથી. હવે આ મુકાબલો ઈન્દોરમાં થશે. બીસીસીઆઈએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ માટે ઈન્દોરને વેન્યૂ તરીકે જાહેર કર્યુ છે.

જગ્યા બદલવા માટે બોર્ડે શું કહ્યું?
બોર્ડે નિવેદન જારી કરતા કહ્યું કે, બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ જે 1થી 5 માર્ચ સુધી એચપીસીએ સ્ટેડિયમ ધર્મશાલામાં યોજાવાની હતી. હવે તે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે. આઉટફિલ્ડમાં પૂરતા પ્રમાણમાં ઘાસની ઘનતાની કમી હોવાથી અને સ્પૂર્ણ રીતે વિકસિત થવા માટે થોડા સમયની જરુર છે.

ભારતે 1-0થી લીડ મેળવી
એક વધુ મુશ્કેલી એ હતી કે ફેબ્રુઆરી 2022માં ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટી-20 મેચ બાદ ધર્મશાલામાં કોઈ ક્રિકેટ રમાઈ નથી. ખાસ કરીને ધર્મશાલામાં અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટની મેજબાની કરી છે. 2017માં જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયને હરાવીને સીરિઝ 2-1થી જીતી હતી. નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ દિવસની અંદર જ એક ઈનિંગ અને 132 રનથી હરાવીને બોર્ડર ગાવસ્કરની ટ્રોફીમાં ભારતે 1-0થી લીડ મેળવી હતી. બીજી ટેસ્ટ 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સીરિઝનું શેડ્યૂલ
બીજી ટેસ્ટ હવે આગામી 17મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રામાશે. જ્યારે ત્રીજી ટેસ્ટ આગામી 1થી 5 માર્ચ સુધી હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ધર્મશાલામાં રમાવાની પણ હવે તે ઈન્દોરમાં રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ મેચ આગામી 9 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મહત્વનું છે કે, નાગપુરમાં બંને ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરીને એક ઈનિંગ અને 132 રનથી સીરિઝ 1-0ની લીડ સાથે પોતાના નામે કરી હતી.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *