ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ટીમ ઑફ ધ યર 2022
- જોસ બટલર (કેપ્ટન, વિકેટકીપર) (ઇંગ્લેન્ડ)
- મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)
- વિરાટ કોહલી (ભારત)
- સૂર્યકુમાર યાદવ (ભારત)
- ગ્લેન ફિલિપ્સ (ન્યુઝીલેન્ડ)
- સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
- હાર્દિક પંડ્યા (ભારત)
- સેમ કુરન (ઇંગ્લેન્ડ)
- વાનિન્દુ હસરંગા (શ્રીલંકા)
- હરિસ રઉફ (પાકિસ્તાન)
- જોશ લિટલ (આયર્લેન્ડ)
જોકે તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં સૂર્યકુમાર યાદવ માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં 31 T20 મેચમાં કુલ 1164 રન બનાવ્યા હતા. જે દરમિયાન તેના બેટથી બે સદી પણ ફટકારવામાં આવી હતી. તે જ સમયે વિરાટ કોહલીએ એશિયા કપમાં પણ સદી ફટકારી હતી. જ્યારે T20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન સામે રમાયેલી તેની ઇનિંગ્સને T20 ક્રિકેટની સૌથી ઐતિહાસિક ઇનિંગ માનવામાં આવી હતી.
મહિલા ટીમમાં કોણ છે?
ભારતીય ખેલાડીઓ માત્ર પુરૂષ ટીમમાં જ નહીં પરંતુ મહિલા ટીમમાં પણ દબદબો જમાવી રહ્યા છે. ICCની વર્ષની શ્રેષ્ઠ મહિલા ટીમમાં કુલ 4 ભારતીય ખેલાડીઓ સામેલ છે. જેમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને રિચા ઘોષને ICCએ પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
ICC મહિલા T20 ઇન્ટરનેશનલ ટીમ ઑફ ધ યર 2022
- સ્મૃતિ મંધાના (ભારત)
- બેથ મૂની (ઓસ્ટ્રેલિયા)
- સોફી ડિવાઇન (કેપ્ટન, ન્યુઝીલેન્ડ)
- એશ ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા)
- તાહિલા મેકગ્રા (ઓસ્ટ્રેલિયા)
- નિદા દાર (પાકિસ્તાન)
- દીપ્તિ શર્મા (ભારત)
- રિચા ઘોષ (વિકેટકીપર, ભારત)
- સોફી એક્લેસ્ટોન (ઈંગ્લેન્ડ)
- ઈનોકા રણવીરા (શ્રીલંકા)
- રેણુકા સિંહ (ભારત)
Read Latest Sports News And Gujarat News