હેરી બ્રુકે કોલકાતા સામે સદી ફટકારી હતી
અગાઉ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હતો ત્યારે હેરી બ્રુક મેચનો હીરો રહ્યો હતો. તેણે 55 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને સદી ફટકારી હતી. હેરી બ્રુક અણનમ 100 રન બનાવીને પરત ફર્યો હતો. તેની સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે 228 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. જવાબમાં કોલકાતાની ટીમ 205 રન સુધી પહોંચી શકી હતી. હેરીને 23 રનની જીતમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
બ્રુક સદી પહેલા અને પછી ફ્લોપ રહ્યો હતો
આ એક મેચને બાદ કરતાં ઈંગ્લેન્ડનો આ યુવાન બેટ્સમેન પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. બ્રુકે સદી પહેલા 13, 3 અને 13 રન નોંધાવ્યા હતા જ્યારે સદી પછીના સ્કોર પર નજર કરીએ તો 9, 18, 7, 0 અને 0 છે. આમ હેરી બ્રુક વન મેચ વન્ડર તરીકે રહ્યો છે. સદી બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જે રીતે તે ઈંગ્લેન્ડની ટીમ માટે સદી બાદ સદી ફટકારી રહ્યો છે તે રીતે બ્રુક આઈપીએલમાં પણ ધમાકેદાર પ્રદર્શન કરવાનું જારી રાખશે.
એક સદી સિવાય 8 મેચમાં માત્ર 34 રન જ કર્યા
IPL 2023માં અત્યાર સુધી તેણે 134 રન નોંધાવ્યા છે. જો 9 મેચમાં સદી બાદ કરવામાં આવે તો બાકીની 8 મેચમાં તેના માત્ર 34 રન છે. અહીં નવાઈની વાત એ છે કે આટલા ખરાબ પ્રદર્શન છતાં કેપ્ટન એડન માર્કરામને હજુ પણ તેના પર વિશ્વાસ મૂકી રહ્યો છે. ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે ગ્લેન ફિલિપ્સનો સમાવેશ થાય છે. તે ટીમ માટે સારો વિકલ્પ બની શકે છે, પરંતુ આ માટે બ્રુકને બહાર રાખવો પડશે.