પાંચમી વખત એક ઓવરમાં છ ચોગ્ગા લાગ્યા
હેરી બ્રુકે પ્રથમ દાવની 68મી ઓવરમાં સળંગ છ બોલમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાની સ્પિનર સાઉદ શકીલની ઓવરમાં તેણે છ ચોગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ મેચમાં પાંચમી વખત કોઈ બેટરે એક ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા છે. આ પહેલા ભારતના સંદીપ પાટીલ, વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલ અને રામનરેશ સરવન અને શ્રીલંકાના સનથ જયસૂર્યાએ આવું કર્યું હતું. છેલ્લે 2007માં કોઈ બેટરે ટેસ્ટમાં એક ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. જયસૂર્યાએ 2007માં ઈંગ્લેન્ડ સામે જ એક ઓવરમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા.
અજાણ્યા વાયરસથી ટીમ થઈ હતી બીમાર
ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે આવી છે. આ દરમિયાન ઈંગ્લેન્ડના મોટા ભાગના ખેલાડીઓ છોડા સમય સુધી બીમાર રહ્યા હતા. કોઈ અજાણ્યા વાયરસના કારણે ખેલાડીઓ બીમાર થયા હતા અને તેમાં સુકાની બેન સ્ટોક્સ પણ સામેલ હતો. ફક્ત હેરી બ્રુક, જેક ક્રાઉલી, કીટન જેનિંગ્સ, ઓલી પોપ અને જો રૂટની જ તબીયત સારી હતી. એક સમયે મેચ ટાળવાની વાત થઈ હતી પરંતુ બાદમાં નિર્ધારીત સમયે તેનો પ્રારંભ થયો હતો. ત્રણ ટેસ્ટની સીરિઝની આગામી બે મેચ મુલતાન અને કરાચીમાં રમાશે.