ધોની અને હાર્દિકનું છે ખાસ કનેક્શન
ભારતીય ટીમ જ્યારે પણ રાંચી જાય છે તો ટીમના ખેલાડી ધોનીને ચોક્કસથી મળે છે. જ્યારે હાર્દિક પંડ્યા અને ધોની વચ્ચેના સંબંધો ખાસ માનવામાં આવે છે. હાર્દિક પંડ્યા ઘણી વખત કહી ચૂક્યો છે કે તે ધોનીથી ઘણો જ પ્રેરિત છે અને તે ધોનીને જોઈને જ કેપ્ટનસી કરવાનું શીખ્યો છે. આ ઉપરાંત મેદાનમાં કેવી રીતે શાંત રહેવું તે પણ તે ધોનીને જોઈને જ શીખ્યો છે.
હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો ભાવિ કેપ્ટન માનવામાં આવે છે
ભારતીય ટીમ હાલમાં પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈ યુવાન ખેલાડીને કેપ્ટન બનાવવા ઈચ્છે છે. તેમાં પણ ટી20માં તો હાર્દિક પંડ્યાની કેપ્ટનસીની દાવેદારી ઘણી જ મજબૂત છે. આ જ કારણથી બોર્ડે તેને સળંગ બે ટી20 સિરીઝમાં હાર્દિકને ટીમની કમાન સોંપી હતી. જ્યારે રોહિત શર્મા હાલમાં વન-ડે ટીમનો કેપ્ટન છે. ન્યૂઝીલેન્ડ અગાઉ શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં પણ હાર્દિક ટીમનો કેપ્ટન હતો. હાર્દિક પંડ્યાને 2024ના ટી20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે રોહિતને વન-ડે અને ટેસ્ટ ટીમનો જ કેપ્ટન રાખવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી20 સિરીઝ રમાશે
ભારતે હાલમાં જ વન-ડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે ટી20 સિરીઝ રમાશે. સિરીઝની પ્રથણ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. જ્યારે બંને ટીમો વચ્ચે બીજી મેચ લખનૌમાં રમાશે. ત્રીજી અને અંતિમ ટી20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.