hardik talks about surya kumar, હાર્દિક પંડ્યાએ તૈયાર કરી દીધું ગ્રાઉન્ડ, શું હવે સૂર્યકુમારને ટેસ્ટ ટીમમાં સ્થાન મળશે? - hardik pandya says surya should give chance to play test match

hardik talks about surya kumar, હાર્દિક પંડ્યાએ તૈયાર કરી દીધું ગ્રાઉન્ડ, શું હવે સૂર્યકુમારને ટેસ્ટ ટીમમાં સ્થાન મળશે? – hardik pandya says surya should give chance to play test match


મુંબઈ: ભારતીય ટી-20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગત વર્ષે લિમિટેડ ઓવરોની મેચોમાં શાનદાર બેટિંગ કરનારા સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં સામેલ કરવાનું સમર્થન કર્યું છે. શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સીરિઝની શરૂઆત પહેલા હાર્દિકે ટી-20 ટીમના વાઈસ કેપ્ટનનું સમર્થન કરતા કહ્યું કે, સૂર્યકુમાર ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વનો ખેલાડી હોઈ શકે છે. સૂર્યકુમારે તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, દેશ માટે લાલ દડાથી ક્રિકેટ રમવાનું તે કાયમથી સપનું જોતો રહ્યો છે. તે એ ગણતરીના ભારતીય ખેલાડીઓમાંથી એક છે, જેણે આ સત્રમાં રણજી ટ્રોફીની મેચ રમી છે. મુંબઈના આ બેટ્સમેને લગભગ ત્રણ વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમતા 80 દડામાં 90 રન બનાવ્યા હતા.

હાર્દિકે કહ્યું કે, સૂર્યકુમારમાં મેચનું પાસું બદલવાની ક્ષમતા છે અને ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. હાર્દિકે કહ્યું કે, ‘મેં સૂર્યા માટે ભૂતકાળમાં કહ્યું છે કે, તેણે આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું મોડું શરૂ કર્યું. હું હંમેશા ઈચ્છતો હતો કે, તે 2020માં જ ભારતીય ટીમનો ભાગ બને. પરંતુ, કમનસીબે તે શક્ય ન બન્યું. તેણે એ બધું હવે એચિવ કર્યું, જે ભૂતકાળમાં કરી શકતો હતો.’

પંડ્યાએ કહ્યું કે, ‘હું તેના માટે તેને માત્ર શુભેચ્છા આપી શકું છું અને મને આશા છે કે, તે ભારતીય ટીમ માટે રેસ ચાલુ રાખશે અને જીવમાં વધુ આગળ જશે અને વધુ રન બનાવશે. મારી અને મારી ટીમ માટે સૂર્યા શાનદાર રહ્યો છે.’

હાર્દિકે સંકેત આપ્યો કે, તે શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સીરિઝમાં પોતાના ઉત્તરાધિકારી પર ઘણી હદ સુધી નિર્ભર રહેશે. તેણે કહ્યું કે, ‘તે બધા ફોર્મેટ માટે ઘણો મહત્વપૂર્ણ છે અને મને ટેસ્ટમાં તેની સફળતા પર કોઈ શંકા નથી. તે કોઈપણ ખેલના પાસાને બદલવાની ક્ષમતા રાખે છે. મને વિશ્વાસ છે કે, પસંદગીકારો અને કેપ્ટનની તેના પર નજર છે.’

હાર્દિકે કહ્યું કે, ‘લિમિટેડ ઓવરોમાં તેની ઉપયોગીતા બધાને ખબર છે, મારે એ જણાવવાની જરૂર નથી કે તે અમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. મારા માટે કેપ્ટન તરીકે અને ટીમ મેનેજમેન્ટ માટે તે અમારો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. અમે ઈચ્છીએ છીએ કે તે વધુ સારું પ્રદર્શન કરે.’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *