હાર્દિકે કહ્યું કે, સૂર્યકુમારમાં મેચનું પાસું બદલવાની ક્ષમતા છે અને ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. હાર્દિકે કહ્યું કે, ‘મેં સૂર્યા માટે ભૂતકાળમાં કહ્યું છે કે, તેણે આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું મોડું શરૂ કર્યું. હું હંમેશા ઈચ્છતો હતો કે, તે 2020માં જ ભારતીય ટીમનો ભાગ બને. પરંતુ, કમનસીબે તે શક્ય ન બન્યું. તેણે એ બધું હવે એચિવ કર્યું, જે ભૂતકાળમાં કરી શકતો હતો.’
પંડ્યાએ કહ્યું કે, ‘હું તેના માટે તેને માત્ર શુભેચ્છા આપી શકું છું અને મને આશા છે કે, તે ભારતીય ટીમ માટે રેસ ચાલુ રાખશે અને જીવમાં વધુ આગળ જશે અને વધુ રન બનાવશે. મારી અને મારી ટીમ માટે સૂર્યા શાનદાર રહ્યો છે.’
હાર્દિકે સંકેત આપ્યો કે, તે શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સીરિઝમાં પોતાના ઉત્તરાધિકારી પર ઘણી હદ સુધી નિર્ભર રહેશે. તેણે કહ્યું કે, ‘તે બધા ફોર્મેટ માટે ઘણો મહત્વપૂર્ણ છે અને મને ટેસ્ટમાં તેની સફળતા પર કોઈ શંકા નથી. તે કોઈપણ ખેલના પાસાને બદલવાની ક્ષમતા રાખે છે. મને વિશ્વાસ છે કે, પસંદગીકારો અને કેપ્ટનની તેના પર નજર છે.’
હાર્દિકે કહ્યું કે, ‘લિમિટેડ ઓવરોમાં તેની ઉપયોગીતા બધાને ખબર છે, મારે એ જણાવવાની જરૂર નથી કે તે અમારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. મારા માટે કેપ્ટન તરીકે અને ટીમ મેનેજમેન્ટ માટે તે અમારો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. અમે ઈચ્છીએ છીએ કે તે વધુ સારું પ્રદર્શન કરે.’