IND vs WI: 49 રન પર મોં જોતો રહી ગયો તિલક વર્મા, હાર્દિક પંડ્યાએ સિક્સર ફટકારી કરી વાહિયાત હરકત
ટ્રોલ થયો હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાને ટ્રોલ કરતાં એક યૂઝરે લખ્યું હતું ‘તિલક વર્માએ કહ્યું હતું કે- ‘હાર્દિક ભાઈએ મને કહ્યું છે કે તારે મેચ ખતમ કરવાની છે, અંત સુધી રહેજે’ પરંતુ તેણે સિક્સની સાથે મેચ ખતમ કરી દીધી. હાર્દિક પંડ્યા જેવો સ્વાર્થી ખેલાડી આજ સુધી નથી જોયો’. એક યૂઝરે લખ્યું હતું ‘તિલક વર્માને અડધી સદી પૂરી ન કરવા દેવી અને સ્ટ્રાઈક પર રહી અડધી સદી ફટકારવી તે યુનિક વાત નથી તે બેશરમ હરકત છે’. એક યૂઝરે તો ત્રણ સાપની તસવીરોની સાથે હાર્દિક પંડ્યાની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘કેટલાક અલગ પ્રકારના સાપ’, અન્ય એકે લખ્યું હતું ‘તિલક વર્માને અડધી સદી પૂરી કરવા દઈને પોતાની નેતૃત્વ સાઈડ દેખાડવા માટે હાર્દિક પંડ્યા પાસે અદ્દભુત તક હતી. હું જાણું છું કે, તેણે 2-3 વખત સ્ટ્રાઈક આપી અને તિલક સારી બેટિંગ કરી શક્યો નહોતો પરંતુ સિક્સર ફટકારીને મેચ પૂરી કરવાની જરૂર નહોતી’, એક યૂઝરે ગુસ્સો વ્યક્તિ કરતાં કોમેન્ટ કરી હતી ‘હાર્દિક પંડ્યા જેવી સ્વાર્થી વ્યક્તિ તો મેં ક્યારેય નથી જોઈ. તિલક પોતાની ત્રીજી ગેમમાં 49 રન પર હતો અને હાર્દિકે સિક્સ મારી મેચ પૂરી કરી દીઘી. લીડરે શું આવું કરવું જોઈએ?’. એકે ટ્વીટ કર્યું હતું ‘સ્પોર્ટ્સ મેન આવો હોતો નથી. તું સારો લીડર નથી હાર્દિક પંડ્યા. તારી ટીમના યુવા ખેલાડીઓને તક આપી. તારે તિલકને 50 રન પૂરા કરવા દેવા જોઈતા હતા. તેના માટે ખરાબ લાગી રહ્યું છે.’
ત્રીજી વન-ડેઃ સૂર્યકુમારની તોફાની બેટિંગ, ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવી શ્રેણી જીવંત રાખી
ભારતે 7 વિકેટથી જીતી મેચ
ત્રીજી ટી20 મેચમાં વેસ્ટઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના માટે ખોટો સાબિત થયો હતો. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી અને સ્પિનર્સ આગળ યજમાન ટીમના બેટ્સમેન ટકી શક્યા નહોતા. અક્ષર પટેલ અને કુલદીપ યાદવે મોટો સ્કોર ખડકવા દીધો નહોતો. કુલદીપે 3 તો અક્ષરે 1 વિકેટ લીધી હતી. વેસ્ટઈન્ડિઝએ 159 રનનો સ્કોર બનાવ્યો હતો, જેમા ટીમ ઈન્ડિયાએ સૂર્યકુમારની ઈનિંગના દમ પર ચેઝ કર્યો હતો.
Read latest Cricket News and Gujarati News