Hardik Pandya Wedding: હિંદુ રીતિ રિવાજ પ્રમાણે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકએ કર્યા લગ્ન - hardik pandya shares photos of wedding with natasa stankovic

Hardik Pandya Wedding: હિંદુ રીતિ રિવાજ પ્રમાણે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકએ કર્યા લગ્ન – hardik pandya shares photos of wedding with natasa stankovic


ભારતીય ઓલરાઉન્ડ ક્રિકટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને સરેબિયન એક્ટ્રેસ-મોડેલ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) બંને ધર્મના રીતિ-રિવાજ પ્રમાણે ગ્રાન્ડ વેડિંગ કરવા માગતા હતા. પરંતુ, કોરોના મહામારીના કારણે લાગુ કરાયેલા લોકડાઉન તેમજ પ્રેગ્નેન્સીના કારણે 2020માં કોર્ટ મેરેજ કરવા પડ્યા હતા. જો કે, ત્રણ વર્ષ બાદ તેમનું આ સપનું પૂરું થયું છે. 14મી ફેબ્રુઆરીએ વ્હાઈટ વેડિંગ એટલે કે ક્રિશ્ચિન રિવાજ પ્રમાણે લગ્ન કર્યા બાદ હાર્દિક અને નતાશાએ હિંદુ રીતિ-રિવાજથી સાત ફેરા લીધા હતા. ઉદયપુરના ફાઈવ સ્ટાર રિસોર્ટમાં બંને ફંક્શન યોજાયા હતા, જેમાં તેમના પરિવારના સભ્યો સિવાય ખાસ મિત્રોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા આ કપલે કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

ચેતેશ્વર પૂજારાની 100મી ટેસ્ટઃ ભારત માટે આ મોટી ટ્રોફી જીતવા ઈચ્છે છે સૌરાષ્ટ્રનો સ્ટાર

હાર્દિક અને નતાશાએ હિંદુ રીતિ-રિવાજથી કર્યા લગ્ન


લગ્નના દિવસે નતાશા સ્ટેનકોવિકે રેડ બોર્ડર ધરાવતા ક્રીમ કલરના લહેગાં-ચોલી પહેર્યા હતા. આ સાથે તેણે માથા પર રેડ કલરની ઓઢણી ઓઢી હતી. તો હાર્દિક પંડ્યાએ તેની સાથે ટ્વિનિંગ કરતાં ક્રીમ કલરની શેરવાની પહેરી હતી. બંનેના આઉટફિટ પોપ્યુલર સેલિબ્રિટી ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યા હતા. પહેલી તસવીર બંનેએ એકબીજાને વરમાળા પહેરાવી તે વખતની છે જ્યારે બીજી તસવીરમાં નતાશાની મંડપમાં એન્ટ્રી વખતે હાર્દિક ડાન્સ કરી રહ્યો છે. ત્રીજી તસવીરમાં ‘દુલ્હન’નો ક્લોઝ શોટ છે, જેમાં તે સુંદર લાગી રહી છે. આ સિવાય એક તસવીરમાં હાર્દિક નતાશાને બ્રાઈડના ગેટઅપમાં જોઈને ખુશ થઈ રહ્યો છે. એક તસવીર ફેરા વખતની, એક તસવીરમાં હાર્દિક સિંદૂર ભરી રહ્યો હોય તેવી છે. આ સાથે લખ્યું છે ‘અત્યારે અને હંમેશા માટે’. કેટલાક સેલેબ્સે તેમને અભિનંદન પાઠવ્યા છે તો ફેન્સે અગસ્ત્ય પહેલું તેવું બાળક હશે જે તેના મમ્મી-પપ્પાના લગ્નમાં હાજર રહ્યો તેમ કહીને મજાક ઉડાવી છે.

બચકુ ભર્યું, ખરાબ વર્તન કર્યું… દારૂથી શરૂ થયો વિવાદ, યુવતીએ પૃથ્વી શો પર લગાવ્યા ગંભીર આરોપ

વેલેન્ટાઈન ડે પર કર્યા વ્હાઈટ વેડિંગ


આ પહેલા વેલેન્ટાઈન ડે પર હાર્દિક અને નતાશાએ વ્હાઈટ વેડિંગ કર્યા હતા. જેમાં એક્ટ્રેસે વ્હાઈટ કલરનું ગાઉન તો ક્રિકેટરે બ્લેક કલરનું સૂટ પહેર્યું હતું. બ્રાઈડ ટીમ માટે પીચ તો ગ્રૂમ ટીમ માટે બ્લેક થીમ નક્કી કરવામાં આવી હતી. આ તસવીરો સાથે લખ્યું હતું ‘ત્રણ વર્ષ પહેલા જે વચનો લીધા હતા તે પ્રેમના સ્થળે ફરીથી લઈને અમે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી. પરિવારના સભ્યો અને મિત્રો અમારા પ્રેમની ઉજવણીના સાક્ષી બન્યા તે માટે અમે ધન્યતા અનુભવીએ છીએ’

2020માં કર્યા હતા કોર્ટ મેરેજ
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે 2020માં લગ્ન કર્યા હતા અને આ વર્ષના જુલાઈમાં તેમને ત્યાં દીકરા અગસ્ત્યનો જન્મ થયો હતો. હાલ ભારત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં હાર્દિકને બ્રેક અપાયો છે. તો બીજી તરફ, બિગ બોસ 9માં ભાગ લીધા બાદ નતાશા બાદશાહના સોન્ગ ‘ડીજેવાલે બાબુ’થી પોપ્યુલર થઈ હતી. ત્યારબાદ તે શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કૈફની ફિલ્મ ‘ઝીરો’માં નાના રોલમાં જોવા મળી હતી.

Read latest Cricket News and Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *