વેસ્ટઈન્ડિઝના પૂર્વ ખેલાડીને પંડ્યાનો જવાબ
વેસ્ટઈન્ડિઝનો પૂર્વ સ્પિનર સેમુઅલ બદ્રી ટોસ સમયે ઈન્ટરવ્યૂ લઈ રહ્યો હતો. તેણે હાર્દિક પંડ્યાને યાદ અપાવ્યું હતું કે, 2006 બાદથી તોઈ પણ ભારતીય કેપ્ટન કેરેબિયાઈ ટીમ સામે હાર્યો નથી. તેના પર ભારતીય ઓલરાઉન્ડર ખેલાડીએ ઘણી રસપ્રદ પ્રતિક્રિયા આપી હતી. બદ્રીએ કહ્યું હતું ‘ભારતે વેસ્ટઈન્ડિઝ સામે સતત 12 વનડે સીરિઝ જીતી છે. તું આ ટ્રેન્ડને તોડવા માટે કેપ્ટન નથી બનવા માગતો ને?’ તો પંડ્યાએ કહ્યું હતું ‘આ ઠીક છે. મને બધા કરતાં અલગ થવાનું પસંદ છે’.
શુભમન અને ઈશાનની રેકોર્ડ ભાગીદારી
ભારતીય ટીમના બેટ્સમેનોએ વેસ્ટઈન્ડિઝ સામેની અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓપનર શુભમન ગિલ અને ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. જે બાદ સંજુ સેમસન અને કેપ્ટન હાર્દિક પંડ્યાના નામે પણ અડધી સદી રહી હતી. તેની મદદથી ટીમે 5 વિકેટ પર 351 રન બનાવ્યા હતા. આ વેસ્ટઈન્ડિઝમાં યજમાન ટીમ સામે ભારતીય ટીમનો વનડેમાં સૌથી મોટો સ્કોર હતો. હાર્દિકે અંતમાં તાબડતોડ બેટિંગ કરી હતી. તેણે 52 બોલમાં અણનમ 70 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં તેના 18 રન હતા.
હાર્દિક પંડ્યાનું શાનદાર પર્ફોર્મન્સ
રોહિત શર્માની ગેરહાજરીમાં ઈશાન કિશન અને શુભમન ગિલે ત્રીજી વનડેમાં ઓપનિંગ કર્યું હતું. બંનેએ સાથે મળીને ગજબની શરૂઆત કરી હતી. ઈશાન અને શુભમન વચ્ચે પહેલી વિકેટ માટે 143 રનની ભાગીદારી થઈ હતી, જે હવે રેકોર્ડ બની ગયો છે. આ ભારત દ્વારા વેસ્ટઈન્ડિઝમાં હાઈએસ્ટ ઓપનિંગ પાર્ટનરશિપ બની ગઈ છે. કિશને 77 રન કર્યા હતા તો ગિલે 82 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 41 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ શાનદાર પર્ફોર્મન્સ આપી તેના પર સવાલ ઉઠાવી રહેલાના મોં બંધ કર્યા હતા. વનડેમાં ચોથા નંબરનો ખેલાડી સૂર્યકુમાર યાદવ રન બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જોતા તેને છઠ્ઠા નંબર પર ઉતારવામાં આવ્યો હતો. તેણે 2 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 35 રન કર્યા હતા.
Read latest Cricket News and Gujarati News