Hardik Pandya, Gujarat Titans સાથે જોડાવા નહોતો માગતો Hardik Pandya, આ એક વ્યક્તિએ ફોન કરતાં બદલ્યું હતું મન - hardik pandya was not ready for captaincy of gujarat titans changed his mind for ahish nehra

Hardik Pandya, Gujarat Titans સાથે જોડાવા નહોતો માગતો Hardik Pandya, આ એક વ્યક્તિએ ફોન કરતાં બદલ્યું હતું મન – hardik pandya was not ready for captaincy of gujarat titans changed his mind for ahish nehra


ગુજરાત ટાઈટન્સની (Gujarat Titans) ટીમ ગત વર્ષે જ્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઉતરી તો કોઈને પણ આશા નહોતી કે ડેબ્યૂ સીઝનમાં જ ટ્રોફી જીતી જશે. પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કોચ આશીષ નહેરાની (Ashish Nehra) જોડીએ કમાલ કરી બતાવી હતી. જે બાદ પંડ્યાને ટીમ ઈન્ડિયા માટે પણ ટી20 ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાની ઘણી તક મળી. જો કે, જ્યારે તેને પહેલીવાર ઓફર મળી તો GT સાથે જોડાવા માટે તૈયાર નહોતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તેને લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પણ ઓફર મળી હતી, જે ફ્રેન્ચાઈઝી પણ IPL 2022માં નવી હતી. બાદમાં તેને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બનવાનું કહેવામાં આવ્યું હતું. તે કેપ્ટન નહોતો બનવા માગતો પરંતુ નહેરાના એક ફોન કોલ બાદ તેણે નિર્ણય બદલ્યો હતો.

IPL: શુભમન ગિલની અડધી સદી, અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સનો વિજય

આશિષ નહેરાના કારણે કેપ્ટન બનવા તૈયાર થયો પંડ્યા
હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે ‘મને બીજી ફ્રેન્ચાઈઝી તરફથી પણ ઓફર મળી હતી, જે તે આઈપીએલમાં આવી રહી હતી. તે સમયે તેવી સ્થિતિ હતી જ્યાં હું તેવી વ્યક્તિ સાથે કામ કરવા માગતો હોત જે મને જાણતી હોય કારણ કે જે મને જાણે છે તે જ મને સમજે છે. તેથી જ્યારે આશુ પાની (આશિષ નહેરા) ટીમમાં જવાની તક મળી તો હું ખુશ હતો. મેં તેમને પણ કહ્યું હતું કે, જો તેઓ આ ટીમમાં ન હોત તો હું જોડાયો જ ન હોત. તેવો એવા વ્યક્તિ છે જે મને સમજે છે અને તેમની સાથે કામ કરવું સરળ છે’. આ વાત બંને વચ્ચે ફોન પર થઈ હોવાનું તેણે કહ્યું હતું. આ સાથે પંડ્યાએ ઉમેર્યું હતું કે, ફોન ડિસ્કનેક્ટ થયા બાદ નહેરાએ તેને મેસેજ કર્યો હતો કે, જો તે ગુજરાત જોઈન કરશે તો તે કેપ્ટન બનશે. આ સાંભળી પંડ્યાને થોડી નવાઈ લાગી હતી પરંતુ તે નહેરાને નિરાશ કરવા માગતો નહોતો અને ટીમ સાથે જોડાયો હતો.

પત્ની નતાશાએ હાર્દિક પંડ્યાનો વધાર્યો ઉત્સાહ
હાર્દિક પંડ્યાનો ઉત્સાહ વધારવામાં પત્ની નતાશા સ્ટેનકોવિડનો પણ મહત્વનો ફાળો હતો. આ જ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે ‘મારી પત્ની નતાશાએ કહ્યું હતું કે, ‘તું જે છે તે દેખાડવા માટે આ સારી તક છે. તું ક્રિકેટ વિશે કેટલું વિચારે છે અને તારી પાસે કેટલી જાણકારી છે તે લોકો જાણતા નથી. લોકો વિચારે છે તું એવો વ્યક્તિ છે જે ક્રિકેટ રમે છે અને મજા કરે છે. પરંતુ લોકો તારી આ ગેમ વિશે વધારે માહિતગાર નથી”.

IPLમાં કોહલીનો વિરાટ રેકોર્ડ તોડશે શુભમન ગિલ! રવિ શાસ્ત્રીએ કરી ભવિષ્યવાણી

IPL 2022ની ટ્રોફી જીત્યા બાદ પંડ્યાએ શું કહ્યું હતું?
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ IPLમાં કરિયરની શરૂઆત ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સથી કરી હતી. આ ટીમ પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે અને આજ સુધી કોઈ તેનો રેકોર્ડ તોડી શક્યું નથી. MIના કારણે જ પંડ્યા સ્ટાર બન્યો હતો પરંતુ ઈજા અને ખરાબ ફોર્મના કારણે 2022માં તેને રિટેન કરાયો નહોતો. તે વખતે જ તેને ગુજરાત ટાઈટન્સની ઓફર મળી અને તેનો હાથ પકડી લીધો. પંડ્યા જ્યારે GTનો કેપ્ટન બન્યો ત્યારે ઘણાએ તેના વિશે ઘણું-બધું કીધું હતું પરંતુ ટ્રોફી જીતી તેણે તેમના મોં સીવી દીધા હતા. ચેમ્પ્યિન બન્યા બાદ પંડ્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું પોતાને નસીબદાર માનું છું. હું પાંચ વખત ફિનાલેમાં રહ્યો છે અને તે પાંચ જીતી પણ છે. પરંતુ આ જીત ખૂબ જ ખાસ રહેશે કારણ કે અમે વારસો બનાવવા વિશે વાત કરી હતી. આ આવનારી પેઢી માટે છે, જે હંમેશા યાદ રાખશે કે આ એવી ટીમ હતી જેણે જર્નીની શરૂઆત કરી અને પહેલા જ વર્ષમાં ચેમ્પિયનશીપ જીત્યું. અત્યારસુધીમાં જે ટ્રોફી જીત્યા છે તેમા આ સૌથી યાદગાર રહેશે’.

પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઈટન્સની જીત
ગુજરાત ટાઈટન્સની વાત કરીએ તો, આ તેના માટે આઈપીએલની બીજી સીઝન છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ પહેલીવાર 2022માં T20લીગમાં ઉતરી હતી અને ચેમ્પિયન બની હતી. IPL 2023ના વાત કરીએ તો, ટીમ ફરી એકવાર સારું પ્રદર્શન કરી રહી છે. ગુજરાતે ગુરુવારની મેચમાં પંજાબ કિંગ્સને છ વિકેટથી હરાવ્યું હતું. આ સાથે તેની હાલની સીઝનમાં ચાર મેચમાંથી ત્રીજી જીત છે. પોઈન્ટ ટેબલમાં પણ GT ટોપ-3માં આવી ગયું છે. ગુરુવારે સીઝનની 18મી મેચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતાં 8 વિકેટ પર 153 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઈટન્સે લક્ષ્ય 19.5 ઓવરમાં 4 વિકેટ પર પ્રાપ્ત કર્યું હતું. ફાસ્ટ બોલર મોહિત શર્માએ લાંબા સમય બાદ આઈપીએલમાં વાપસી કરી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આવી 2 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તો યુવા બેટર શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન યથાવત્ રહ્યું તેણે 49 બોલ પર 67 રન કર્યા હતા, આ ઈનિંગમાં તેણે 7 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આઈપીએલના ઈતિહાસની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સ અત્યારસુધીમાં 20 મેચ રમ્યું છે અને તેમાંથી 15માં જીત મળી છે.

Read latestCricket NewsandGujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *