વડોદરા: ક્રિકેટર અક્ષર પટેલે મેહા પટેલ સાથે કર્યા લગ્ન, વરઘોડામાં ખૂબ નાચ્યો
પંડ્યા અને ધોની વચ્ચે શું વાતચીત થઈ?
હાર્દિક પંડ્યા એમએસ ધોની સાથે ક્લોઝ બોન્ડિંગ ધરાવે છે, ત્યારે બંને વિશે શું વાતચીત થઈ, શું તેણે તેની પાસેથી કોઈ ટિપ્સ માગી તેમ પૂછતાં ઓલરાઉન્ડે જવાબમાં કહ્યું હતું કે, તેઓ જીવન વિશે વાત કરવાનું વધારે પસંદ કરે છે. ‘માહી ભાઈ અહીંયા છે, જે સારું છે કારણ કે અમને તેમને મળવાની તક મળી. અમે તેમને મળવા માટે હોટેલ બહાર જઈ શક્યા. નહીં તો છેલ્લા એક મહિનાથી જે રીતે અમે રહી રહ્યા છીએ, અમારે હોટેલથી હોટેલ ફરવાનું રહે છે. જ્યારે અમે મળીએ છીએ ત્યારે ક્રિકેટ કરતાં જીવન વિશે વધારે વાત કરીએ છીએ. જ્યારે અમે સાથે રમતા હતા ત્યારે મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું હતું. મેં તેમની પાસેથી ઘણું જ્ઞાન લીધું છે, હવે કંઈ બાકી રહ્યું નથી’.
ધોનીએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં પહોંચી આપી ‘સરપ્રાઈઝ’, ખેલાડીઓ સાથે કરી વાતચીત
પોતાની બોલિંગ વિશે પણ કરી વાત
ઈન્દોરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે દરમિયાન 29 વર્ષીય હાર્દિક પંડ્યાએ નવા બોલથી બોલિંગ કરી હતી અને પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી. ‘મને હંમેશા નવા બોલથી બોલિંગ કરવાની મજા આવે છે. ઘણા વર્ષોથી હું નેટમાં બોલિંગ કરું છું ત્યારે નવો બોલ પસંદ કરું છું. મને જૂના બોલની આદત છે તેથી તેનાથી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તેનાથી મેચની પરિસ્થિતિમાં મને ઘણી મદદ મળી છે’, તેમ પંડ્યાએ કહ્યું હતું.
શુભમન અને ઈશાન ઓપનિંગ બેટ્સમેન
પૃથ્વી શૉની આ સીરિઝથી 18 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. તે છેલ્લે જુલાઈ 2021માં ભારત માટે રમ્યો હતો. આજે પહેલી મેચ રમાવાની છે પરંતુ ટીમમાં પહેલાથી ઈશાન કિશન અને શુભમન ગિલ છે. શ્રીલંકા સામેની સીરિઝમાં પણ બંને ઓપનિંગ બેટ્સમેન રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરી દીધી હતી કે, આ વખતે પણ આ જ ખેલાડીઓ શરૂઆત કરશે. તેણે કહ્યું હતું ‘શુભમને શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે તેથી તે જ ઈનિંગની શરૂઆત કરશે’. તો પૃથ્વીને તક આપવા વિશેના સવાલમાં જવાબમાં કહ્યું હતું ‘શુભને સારું કર્યું છે. તેથી પહેલી તક તેને મળશે. હકીકતમાં તકની વાત નથી. શુભમન શરૂઆત કરશે કારણ કે જે રીતે તે બેટિંગ કરી રહ્યો છે, સ્પષ્ટ રીતે તે જ ટીમમાં હશે’.
Read latest Cricket News and Gujarati News