hardik pandya, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોનની ટીકાનો હાર્દિક પંડ્યાએ આપ્યો જોરદાર જવાબ - hardik pandya responds to michael vaughans criticism of team indias exit from t20 world cup 2022

hardik pandya, ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોનની ટીકાનો હાર્દિક પંડ્યાએ આપ્યો જોરદાર જવાબ – hardik pandya responds to michael vaughans criticism of team indias exit from t20 world cup 2022


ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં કંગાળ રીતે પરાજય બાદ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. જેના કારણે તેની ચારેય તરફ ટીકાઓ થઈ હતી. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઈકલ વોને પણ ભારતીય ટીમની આકરી ટીકા કરી હતી. હવે ભારતીય ટી20 ટીમના કાર્યકારી સુકાની હાર્દિક પંડ્યાએ તેનો જવાબ આપ્યો છે. ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં 10 વિકેટે પરાજય બાદ માઈકલ વોને પોતાની એક કોલમમાં ભારતીય ટીમને ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી અંડરપર્ફોર્મિંગ ટીમ ગણાવી હતી. વોને લખ્યું હતું કે ભારતીય ટીમે 2011નો વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ કંઈ જ હાંસલ કર્યું નથી અને તે ક્રિકેટ ઈતિહાસની સૌથી અંડર-પરફોર્મિંગ વ્હાઈટબોલ ટીમ છે.

ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે અને ટીમ ત્રણ ટી20 મેચની સીરિઝ રમશે. આ સીરિઝ માટે હાર્દિક પંડ્યાને સુકાની બનાવવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાને જ્યારે વોનની કોમેન્ટ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે, અમારે કોઈની સામે કંઈ સાબિત કરવાની જરૂર નથી. જ્યારે તમે સારું પ્રદર્શન કરતા નથી ત્યારે લોકો પોતાનો મત વ્યક્ત કરે છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. હું સમજી શકું છું કે લોકોના વિવિધ મત હોય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રમતા મને નથી લાગતું કે અમારે કોઈના માટે કંઈ સાબિત કરવાની જરૂર છે. કેટલીક બાબતો છે જેના પર અમારે કામ કરવાની જરૂર છે અને અમે અમારી નબળાઈઓને દૂર કરવાનો પ્રયાસ કરીશું.

2024ના ટી20 વર્લ્ડ કપના રોડ મેપની તૈયારી શરૂ
હાર્દિક પંડ્યાએ જણાવ્યું હતું કે 2024માં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટેના રોડ મેપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હાર્દિકે જણાવ્યું હતું કે વર્લ્ડ કપના પ્રદર્શનથી અમે ચોક્કસથી નિરાશ છીએ પરંતુ અમે પ્રોફેશનલ છીએ અને અમારે તેનો સામનો કરવાનો છે. જેવી રીતે અમે સફળતાનો સામનો કરીએ છીએ તેવી જ રીતે અમારે નિષ્ફળતાનો પણ સામનો કરવાનો છે. અમે અમારી ભૂલોને સુધારીશું અને આગળ વધીશું.

2024નો વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા આ ટીમનો ભાગ નહીં હોય. હાર્દિકે જણાવ્યું હતું કે, આગામી ટી20 વર્લ્ડ કપમાં હજી બે વર્ષની વાર છે તેથી અમારી પાસે નવા પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવાનો પૂરતો સમય છે. ઘણું બધું ક્રિકેટ રમાવાનું છે અને ઘણા બધા લોકોને પૂરતી તક મળશે. તેનો રોડ મેપ શરૂ થઈ ગયો છે. પરંતુ હાલમાં તે પ્રાથમિક તબક્કામાં છે. પરંતુ હજી ઘણો સમય બાકી છે અને અમે સાથે બેસીને ચર્ચા-વિચારણા કરીશું. હાલમાં તો ખેલાડી રમતનો આનંદ માણે તે મહત્વનું છે. ભવિષ્યની વાત અમે પછી કરીશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *