hardik pandya, સવાર-સવારમાં દીકરા Agastya Pandya સાથે મસ્તીએ ચડ્યો Hardik Pandya, Rashid Khanની ટિપ્પણીએ ખેંચ્યું ધ્યાન - hardik pandya shares glimpse of morning with son agastya gives cuddles and kisses

hardik pandya, સવાર-સવારમાં દીકરા Agastya Pandya સાથે મસ્તીએ ચડ્યો Hardik Pandya, Rashid Khanની ટિપ્પણીએ ખેંચ્યું ધ્યાન – hardik pandya shares glimpse of morning with son agastya gives cuddles and kisses


ICC T20 વર્લ્ડ કપ (ICC World Cup) માટે ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. જ્યાં તે દરેક મેચમાં શાનદાર પર્ફોર્મ કરી ક્રિકેટપ્રેમીઓનો ફેવરિટ બની ગયો છે. હંમેશાની જેમ આ વખતે પણ પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) અને દીકરો અગસ્ત્ય (Agastya Pandya) તેને કંપની આપવા ગયા છે. ક્રિકેટમાંથી સમય મળતા જ ક્રિકેટર બંને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે. આ દરમિયાન કેમેરામાં કંડારેલી તસવીરો તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પણ શેર કરે છે. હાર્દિક પંડ્યાએ હાલમાં જ દીકરા સાથે સવારની શરૂઆત કેવી રીતે થાય છે તેની ઝલક ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.

ક્રિકેટના દરેક ફોર્મેટનો ‘કિંગ’ છે વિરાટ કોહલી, સમયની સાથે બદલાયો છે પૂર્વ સુકાનીનો અંદાજ

હાર્દિક પંડ્યા અને અગસ્ત્યના મોર્નિંગની ઝલક


ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં, હાર્દિક પંડ્યા અને અગસ્ત્ય બેડ પર ઉંધ્યા છે. ક્રિકેટરે ચેક્ડ પ્રિન્ટ તો અગસ્ત્યએ એનિમલ પ્રિન્ટનો નાઈટ સૂટ પહેર્યો છે. બીજી તસવીરમાં અગસ્ત્ય પપ્પાને કિસ કરી રહ્યો છે, ત્રીજી તસવીરમાં નાનકડા અગ્સ્ત્યનું ધ્યાન બીજે ક્યાંક છે અને પાઉટ કરી રહ્યો છે, તો અંતિમ તસવીરમાં હાર્દિક તેના પર પ્રેમ વરસાવી રહ્યો છે. ટીવી એક્ટર કરણ ટેકરે કોમેન્ટ કરતાં લખ્યું છે ‘કેટલું ક્યૂટ!’, આ સિવાય અફઘાનિસ્તાનનો ખેલાડી રાશિદ ખાન, જે ગુજરાત ટાઈટન્સ તરફથી IPLમાં રમ્યો હતો અને હાર્દિક પંડ્યાનો ક્લોઝ ફ્રેન્ડ છે તેણે અગસ્ત્ય પર પ્રેમ વરસાવ્યો છે. તેણે ‘અગુ’ની સાથે રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. જણાવી દઈએ કે, રાશિદ ખાનને અગસ્ત્ય ખૂબ વ્હાલો છે. આઈપીએલ દરમિયાન પણ તે ઘણીવાર તેને રમાડતો અને મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ સિવાય ફેન્સને પણ બાપ-દીકરાની આ તસવીર પસંદ આવી છે અને તેમને ‘ક્યૂટ’ ગણાવ્યા છે. એક ફેને લખ્યું છે ‘એક જ ફ્રેમમાં બે લેજેન્ડ, એક હેન્ડસમ અને બીજો ક્યૂટ’. તો કેટલીક ફિમેલ ફેને ક્રિકેટર માટે ‘આઈ લવ યુ’ લખ્યું છે.

પતિ વિરાટ કોહલીને બર્થ ડે પર વિશ કરતાં અનુષ્કા શર્માએ ઉડાવી મજાક, શેર કરી ફની તસવીરો

ઓપેરા હાઉસની મુલાકાતે પંડ્યા પરિવાર


થોડા દિવસ પહેલા હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક દીકરા અગસ્ત્યને લઈને સિડનીના ફેમસ ઓપેરા હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન કપલે બોટલ ગ્રીન આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું હતું તો શર્ટ અને ડેનિમમાં અગસ્ત્ય ક્યૂટ લાગતો હતો. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા રવિવારે ઝિમ્બાબ્વેને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરવાની છે.

Read Latest Cricket News And Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *