hardik pandya, લગ્નમાં Hardik Pandyaએ દેખાડ્યા ડાન્સ મૂવ્સ, Natasa Stankovic પર એટલો પ્રેમ વરસાવ્યો કે મહેમાનો પણ જોતા રહી ગયા - hardik pandya shows dance moves in wedding wife natasa stankovic joined him

hardik pandya, લગ્નમાં Hardik Pandyaએ દેખાડ્યા ડાન્સ મૂવ્સ, Natasa Stankovic પર એટલો પ્રેમ વરસાવ્યો કે મહેમાનો પણ જોતા રહી ગયા – hardik pandya shows dance moves in wedding wife natasa stankovic joined him




ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને સરેબિયન એક્ટ્રેસ-મોડેલ નતાશા સ્ટેનકોવિકે (Natasa Stankovic) પ્રેમના દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે પર ફરીથી લગ્નના વચન લીધા. મંગળવારે, 14 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરમાં તેઓ ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી ધામધૂમથી બંધનમાં બંધાયા. સાંજે તેમણે સોશિયલ મીડિયા પર વ્હાઈટ ડ્રીમી વેડિંગની કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પર તેમના મિત્રો તેમજ ફેન્સે ખૂબ પ્રેમ વરસાવ્યો છે. હવે, હાર્દિક અને નતાશાના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ એકબીજાનો હાથ પકડીને પોતાનામાં મગ્ન થઈને ડાન્સ કરતાં દેખાયા. જણાવી દઈએ કે, લોકડાઉન દરમિયાન 2020માં એક્ટ્રેસને પ્રેગ્નેન્સી રહી ગઈ હતી અને તેથી કપલે તાત્કાલિક કોર્ટ મેરેજ કરી લીધા હતા.

એક્સ-ગર્લફ્રેન્ડ સારા તેંડુલકર સાથે શુભમન ગિલનું પેચઅપ? લંડનમાં ઉજવ્યો વેલેન્ટાઈન ડે!

વેડિંગમાં કપલે કર્યો ડાન્સ
વેડિંગમાં હાજર રહેલા એક ફ્રેન્ડે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં નતાશા 15 ફૂટ વેલ સાથે વ્હાઈટ ગાઉનમાં જોવા મળી જ્યારે ક્રિકેટરે હાર્દિક બ્લેક કલરના સૂટમાં જોવા મળ્યો. બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને સ્થળ પર એન્ટ્રી મારી હતી. બંનેએ ડીજીના તાલે ડાન્સ કર્યો હતો તો ક્રિકેટરે કેટલાક અદ્દભુત ડાન્સ મૂવ્સ પણ કર્યા હતા. બંનેએ વેડિંગ બાદ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમા પણ ડાન્સ કર્યો હતો.


હાર્દિક અને નતાશાના વેડિંગની તસવીરો
હાર્દિક પંડ્યાએ મંગળવારે વેડિંગની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી અને આ સાથે લખ્યું હતું ‘અમે ત્રણ વર્ષ પહેલા વચન લીધા હતા. હવે વેલેન્ટાઈન ડે પર ફરીથી સેલિબ્રેશન કર્યું. અમે ખૂબ નસીબદાર છીએ. અમને પરિવાર અને મિત્રો સાથે આ ક્ષણ ઉજવવાની તક મળી. તમામના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર’. આ તસવીરોમાં તેમનો દીકરો અગસ્ત્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. વેડિંગમાં નતાશાના પરિવારે વ્હાઈટ આઉટફિટ તો હાર્દિકના પરિવારે બ્લેક આઉટફિટ પહેર્યા હતા. લગ્નના એક દિવસ પહેલા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમજ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ પણ ઉદયપુરમાં થયેલા આ સેલિબ્રેશનનો ભાગ બન્યા હશે તેમ લાગી રહ્યું છે. જો કે, તેમની કોઈ તસવીર સામે આવી નથી.

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રિતીરિવાજ મુજબ કર્યા લગ્ન

સ્પેશિયલ હતું નતાશાનું ગાઉન
નતાશા સ્ટેનકોવિકે વેડિંગમાં S & N બાય શાંતનુ અને નિખિલે ડિઝાઈન કરેલું ગાઉન પહેર્યું હતું. જેમા એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું હતું અને નેચરલ પર્લ્સ લગાવ્યા હતા. જેમાં ઈનર સ્કર્ટ હતું અને તેને સાટિનથી કવર કરવામાં આવ્યું હતું. તેની સ્લિવ એકદમ ખાસ હતી, જેમાં N �� H લખવામાં આવ્યું હતું. તો 15 ફૂટ લાંબી વેલ બનાવવા પાછળ 40 જેટલા આર્ટિસ્ટની 50 દિવસની મહેનત હતી.

ક્રિકેટર અને એક્ટ્રેસની લવ સ્ટોરી
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની લવ સ્ટોરીની વાત કરીએ તો, તેમની પહેલી મુલાકાત નાઈટક્લબમાં થઈ હતી અને તરત જ પ્રેમમાં પડ્યા હતા. આ વિશે વાત કરતાં એક ઈન્ટરવ્યૂમાં ક્રિકેટરે કહ્યું હતું કે ‘તે મારી વાતોથી ખુશ થઈ હતી. સવારે 1 વાગ્યે હું તેને મળ્યો હતો. મેં ત્યારે ટોપી, ચેઈન અને ઘડિયાળ પહેરી હતી. તેને લાગ્યું હતું કે, આ એકદમ અલગ પ્રકારનો વ્યક્તિ છે’. બંનેએ ડેટિંગ શરૂ કર્યું હતું અને 2019માં સાથે ન્યૂયર સેલિબ્રેટ કરતી વખતે યૉટમાં હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યું હતું.

Read latest Cricket News and Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *