IND vs WI: વેસ્ટઈન્ઝિ સામે કેમ ફેઈલ રહ્યા આઈપીએલના ધુરંધરો? વારંવાર થતી રહી એક જ ભૂલ?
સ્થિતિનો ફાયદો ન ઉઠાવી શક્યાઃ પંડ્યા
સીરિઝ હાર્યા બાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કોઈને સમજાવવાની જરૂર નથી. તેનું કહેવું હતું કે ‘જ્યારે હું આવ્યો તો અમે લય ગુમાવી દીધી અને સ્થિતિનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. મેં પણ ક્રીઝ પર ટકવા માટે ઘણો સમય લીધો હતો, પરંતુ હું નિરાશ છું કે તેનો ફાયદો ન ઉઠાવી શક્યો અને ઈનિંગને ખતમ ન કરી શક્યો. મારું માનવું છે કે અમે પોતાને પડકાર આપીશું. અમે સારા બનવાનો પ્રયાસ કરીએ છીએ. અમારે વધારે સમજવાની જરૂર નથી. મને ખબર છે કે ગ્રુપમાં છોકરા કેવા છે. અમારી પાસે જાણ કરવા માટે પૂરો સમય છે’.IND vs WI: હાર્દિક પંડ્યાએ કપાવ્યું નાક, તેની આ ભૂલોને લીધે છ વર્ષ બાદ વેસ્ટ ઈન્ડીઝ સામે મળી હાર
હાર બાદ આ શું બોલી ગયો કેપ્ટન પંડ્યા?
હાર્દિક પંડ્યાએ ઉમેર્યું કે, તે વધારે પ્લાનિંગ કરતો નથી. કેપ્ટનશિપમાં તે સમયે જે મન કરે છે એ જ કરે છે. આ સાથે તેનું માનવું હતું કે, કેટલીકવાર હાર સારું પણ હોય છે. તેણે આગળ વાત કરતાં કહ્યું હતું કે ‘હારવું ઘણીવાર સારું હોય છે. પોઝિટિવ પોઈન્ટ જોઈએ તો અમે ઘણું શીખ્યા છીએ. જીતવું અને હારવું પ્રક્રિયાનો એક ભાગ છે અને અમે તે ખાતરી કરી રહ્યા છીએ કે અમે તેમાથી શીખીએ. હું વધારે યોજના બનાવતો નથી અને મારું મન જે કહે તેમ જ કરું છું. એક કેપ્ટન તરીકે હું તેનાથી વધારે ખુશ ન હોઈ શકું કે યુવા ખેલાડીઓએ આ સીરિઝમાં જવાબદારી લીધી’. આ સાથે તેણે બધાનો આભાર માનતા કહ્યું હતું કે ‘સપોર્ટ આપનારા તમામનો આભાર. ટી20 વર્લ્ડ કપ અહીંયા જ થવાનો છે ત્યારે આંકડો મોટો હશે’.
ટ્રોલ થયો હાર્દિક પંડ્યા
વેસ્ટઈન્ડિઝ સામેની હાર બાદ હાર્દિક પંડ્યા ટ્રોલ થઈ રહ્યો છે. એક યૂઝરે ટ્વીટ કરતાં લખ્યું હતું ‘આ હાર્દિક પંડ્યા છે, તે બેટિંગ કરી શકતો નથી, બોલિંગ કરી શકતો નથી, તે યોગ્ય રીતે કેપ્ટનસી કરી શકતો નથી, માત્ર એટિટ્યૂડ અને ઈગોથી ભરેલો છે. તું હારને જ હકદાર છે’, તો એક યૂઝરે લખ્યું હતું ‘કોઈ યોગદાન નહીં, કોઈ પર્ફોર્મન્સ નહીં, કોઈ પ્રામાણિકતા નહીં, કેપ્ટનશિપની સ્કિલ નથી… માત્ર છપરીવેડા અને યુનિક બનવા માટે ગમે તે કરશે’, તો એકે લખ્યું હતું ‘હાર્દિક પંડ્યાને મળો. ઘરઆંગણે શ્રીલંકા સામે હાર્યા, વેસ્ટઈન્ઝિ સામેની સીરિઝ હાર્યા. જો આ માણસ આપણો કાયમી કેપ્ટન બન્યો તો આપણે આરસીબી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) બની જઈશું’. તો એક યૂઝરે પ્રેઝન્ટેશન સેરેમનીમાં ગોગલ્સ પહેરવાની વાતની મજાક ઉડાવી હતી અને લખ્યું હતું ‘શું હાર્દિક પંડ્યા પણ કન્જક્ટિવાઈટિસથી પીડાઈ રહ્યો છે?’.
Read latest Cricket News and Gujarati News