hame sath la raha hai, તલાકની અફવા વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના શોનું પ્રોમો રિલીઝ, કહ્યું: 'હમેં સાથ લા રહા હૈ....' - promo release of sania mirza and shoaib maliks show amid divorce rumours says hame saath la raha hai

hame sath la raha hai, તલાકની અફવા વચ્ચે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના શોનું પ્રોમો રિલીઝ, કહ્યું: ‘હમેં સાથ લા રહા હૈ….’ – promo release of sania mirza and shoaib maliks show amid divorce rumours says hame saath la raha hai


સેલિબ્રિટી કપલ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના તલાકના અહેવાલોને લઈ મીડિયામાં તાજેતરમાં વ્યાપક પ્રમાણમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે બન્ને પૈકી કોઈએ ટિપ્પણી કરી નથી. તાજેતરમાં જ જ્યારે શોએબને પૂછવામાં આવ્યું તો તેણે આ બાબતને પોતાની વ્યક્તિગત વાત ગણાવી હતી. એક બાજુ તેમના છૂટાછેડાને લગતા ચર્ચા થઈ રહી છે ત્યારે બીજી બાજુ આ કપલ તેમના આગામી સેલિબ્રિટી ટૉક શોનું પ્રોમો રિલીઝ કરતા જોવા મળ્યા છે. આ એક મ્યૂઝીકલ ટૉક શો છે,જેમાં સાનિયા અને શોએબ સેલિબ્રિટી સાથે વાતચીત કરતા જોવા મળે છે.


સેલિબ્રિટી ટોક શોનો વિડીયો
શોનું પ્રીમિયર પાકિસ્તાની OTT પ્લેટફોર્મ ઉર્દુફ્લિક્સ પર થશે. આશરે 30 સેકન્ડના વિડીયોમાં સાનિયા અને શોએબ મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળે છે. તેમના શોમાં એક્ટર હુમાયું, સઈદ, ફહાદ, અદનાન સિદ્દીકી અને હોસ્ટ વસીમ બાદામી પહોંચશે. પાકિસ્તાનના ભૂતપુર્વ ક્રિકેટ કેપ્ટન શોએબે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા લખ્યું- સ્પોટિફાઈ પ્રસ્તુત કરે છે ધ મિર્ઝા મલિક શો. ટૂંક સમયમાં આવી રહ્યો છે. જોતા રહો ઉર્દુફ્લિક્સ. ‘પ્રોમો વિડીયોમાં શોએબ કે છે કે ‘હાય મૈ શોએબ મલિક ઔર હમે સાથે લા રહા હૈ સ્પૉટિફાઈ’ આગળ સાનિયા કહે છે, ‘એક સેલિબ્રિટી મ્યૂઝિકલ ટૉક શો માં. ફક્ત ઉર્દૂફ્લિક્સ પર.

ફેન્સે રિલેશનશીપ સ્ટેટસ અંગે કરી ટિપ્પણી
પોસ્ટ પર ફેન્સ તેમના રિલેશનશીપ સ્ટેટસને લઈ અટકળો લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તેઓ તલ્લાક લઈ રહ્યા છે ચોક્કસપણે. તેમણે એક બીજાને પોસ્ટ પર ટેગ કે મેંશન કર્યાં નથી. એક યુઝર લખે છે, તમારા તલ્લાકની અફવા ફેલાવી પ્રમોશન કોણ કરાવે છે ભાઈ… જબરા લાલચી ઈન્સાન છે આ બન્ને. ખરા અર્થમાં છૂટાછેડા લઈ લો. અન્ય એક કમેન્ટ કરે છે કે આ વિડીયો હેટર્સને જબરો જવાબ છે. બન્ને માટે ખુશ છું.

દુબઈમાં અલગ રહે છે સાનિયા
અત્રે ઉલ્લેખનીય છે કે શોએબે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં તલાક અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે કહ્યું હતું કે આ મારી અંગત બાબત છે. સાનિયા અને શોએબે એપ્રિલ, 2010માં લગ્ન કર્યાં હતા. તેમને 4 વર્ષનો દીકરો છે. અહેવાલ પ્રમાણે સાનિયા દીકરા સાથે દુબઈમાં શોએબથી અલગ રહે છે.



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *