ડેવિડ મિલરને છ રન પર મળેલી લાઈફલાઈનનો ફાયદો ઉઠાવતા તેણે 30 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ગિલે 34 બોલની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. પંડ્યાએ 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં અભિનવ મનોહરે 13 બોલમાં ત્રણ છગ્ગાની મદદથી 27 રન ફટકારીને ટીમમાં પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી હતી. તેણે મિલર સાથે પાંચમી વિકેટ માટે 22 બોલમાં 45 રનની ભાગીદારી કરી હતી.
ગત સિઝનના ફાઇનલિસ્ટ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યા પછી, બોલ્ટે પ્રથમ ઓવરમાં જ રિદ્ધિમાન સાહા (ચાર રન)ને આઉટ કરીને રાજસ્થાન રોયલ્સને સારી શરૂઆત અપાવી હતી. ગીલની ભૂલને કારણે સાઈ સુદર્શન (20 રન) રનઆઉટ થયો હતો. સાતમી ઓવરમાં હાર્દિકે ઝમ્પા સામે સિક્સર અને ફોર ફટકારીને રનની ગતિ વધારી હતી. ચહલે ઈનિંગની 11મી ઓવરમાં હાર્દિકની વિકેટ ઝડપી હતી.
હાર્દિક અને ગિલની ભાગીદારી તોડ્યા બાદ રાજસ્થાનના બોલરોએ રન રેટ પર અંકુશ લગાવ્યો હતો. દરમિયાન, ઝમ્પાએ 13મી ઓવરમાં પોતાના જ બોલ પર મિલરનો સરળ કેચ છોડ્યો હતો. સંદીપે બટલરના હાથે કેચ કરાવીને ગિલની શાનદાર ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. જ્યારે મિલરે 17મી ઓવરમાં ચહલ સામે સિક્સર ફટકારી હતી, ત્યારે અભિનવ મનોહરે 18મી ઓવરમાં બોલ્ટ સામે સતત બે સિક્સર ફટકારીને રન રેટ વધાર્યો હતો. છેલ્લી ઓવરમાં મિલરે બે ચોગ્ગા ફટાકર્યા બાદ સંદીપે મિલરને પેવેલિયન ભેગો કર્યો હતો. સંદીપ શર્માએ ફરી એકવાર ટીમને પ્રભાવિત કરીને ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝમ્પા અને યુઝવેન્દ્ર ચહલને એક-એક સફળતા મળી.