ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ખ્રિસ્તી રિતીરિવાજ મુજબ કર્યા લગ્ન
વિરાટ અને રોહિત અંગે ચેતન શર્માનો દાવો
ચેતન શર્માએ ઝી મીડિયાના કથિત સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના સંબંધો વિશે કેટલાક દાવા કર્યા છે. ચેતન શર્માએ કહ્યું કે, તેમની વચ્ચે અહંકારનો ટકરાવ છે પરંતુ એકબીજા સાથે કોઈ વિવાદ અથવા મતભેદ નથી. તેમના કહેવા પ્રમાણે, વિરાટ અને રોહિત અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જેવા છે. બંને સુપરસ્ટાર. તેમણે આગળ કહ્યું કે, બંનેએ હંમેશા એકબીજાને સાથ આપ્યો છે અને જ્યાં સુધી તકરારની વાત છે તો તે મીડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી અટકળો છે. જ્યારે ટીમ સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેવાના થતા હતા ત્યારે તેમની વચ્ચે ઈગો ક્લેશ થતો હતો. આ ત્યારની વાત છે જ્યારે કોહલી કેપ્ટન હતો અને રોહિત વાઈસ કેપ્ટન.
IND vs AUS: બીજી ટેસ્ટમાંથી પણ બહાર રહેશે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર, બુમરાહને લઈને પણ મોટા સમાચાર
ટી20 વર્લ્ડ કપ બાદ ચેતન શર્માને હટાવવામાં આવ્યા હતા.
ભારતીય ટીમને 2022ના ટી20 વર્લ્ડ કપના સેમીફાઈનલમાં 10 વિકેટથી હાર મળી હતા. ત્યારબાદ ચેતન શર્માને ચીફ સિલેક્ટરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. જો કે, ગત મહિનાની શરૂઆતમાં તેમને ફરી એકવાર પદ આપવામાં આવ્યું હતું. 57 વર્ષના ચેતન શર્માને ડિસેમ્બર 2020માં ટીમ ઈન્ડિયાની સિલેક્શન કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1984થી 1994ની વચ્ચે તેઓ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા. આ દરમિયાન તેઓ 23 ટેસ્ટ અને 65 વનડે રમ્યા હતા. તેમના નામ પર વનડેમાં 67 વિકેટ અને 456 રન છે, જેમાં 101 રનની અણનમ ઈનિંગ પણ સામેલ છે. ટેસ્ટમાં તેમણે 61 વિકેટ લીધી હતી.
Read latest Cricket News and Gujarati News