chabutro trailer, આવી ગયું ફિલ્મ 'ચબૂતરો'નું ટ્રેલર, અમેરિકા 'સેટ' થવા ગયેલા ગુજરાતીને યાદ આવ્યું અમદાવાદ - gujarati upcoming film chabutro trailer based on a modern time setup for the gujarati audience

chabutro trailer, આવી ગયું ફિલ્મ ‘ચબૂતરો’નું ટ્રેલર, અમેરિકા ‘સેટ’ થવા ગયેલા ગુજરાતીને યાદ આવ્યું અમદાવાદ – gujarati upcoming film chabutro trailer based on a modern time setup for the gujarati audience


અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’ (Chabutro)નું ટ્રેલર આવી ગયું છે. જે દર્શકોને ઘણું જ પસંદ આવી રહ્યું છે. ‘ચબૂતરો’નું ટ્રેલર જોતાં જ ખ્યાલ આવી જાય છે કે આ એક મોડર્ન ફિલ્મ છે કે જેમાં વિદેશમાં રહીને પણ ગુજરાતી પરંપરા તેમજ સંસ્કાર સાથે જોડાયેલા આજના યુવાનની વાર્તા છે. ‘ચબૂતરો’નું મોટાભાગનું શૂટિંગ અમેરિકામાં થયું છે. અમેરિકા કમાણી કરવા પહોંચેલા યુવકને કોઈ કારણસર ભારત પરત ફરવું પડે છે તે વાર્તા ગુજરાતી ફિલ્મ ‘ચબૂતરો’માં જોવા મળશે. ‘ચબૂતરો’ ફિલ્મના લેખક અને ડિરેક્ટર ચાણક્ય પટેલ છે જ્યારે કલાકારો રોનક કામદાર અને અંજલિ બારોટ છે. ‘ચબૂતરો’નું મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારે કંપોઝ કર્યું છે અને ‘ચબૂતરો’ ફિલ્મ તારીખ 4 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.


મોટા પડદા પર ફરી ધમાલ મચાવશે આરોહી અને મલ્હારની જોડી

વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવની ભવાઈ’માં આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકરની (Malhar Thakar) જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આરોહી અને મલ્હાર ફરી એકવાર જોડી જમાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું (Aum Mangalam Singlem) મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે, જ્યારે ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટેલ કર્યું છે જ્યારે સંગીત સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ આરોહી પટેલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે, તેમાં તે યલ્લો ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી રહી છે તેણે તેના વાળને હલકા કર્લ્સ કર્યા છે. તો મલ્હારને વાદળી ટીશર્ટ અને ડેનિમમાં જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે ’18 નવેમ્બર, 2022ના રોજ અમે સાથે આવી રહ્યા છીએ’.

છેલ્લા 6 મહિનામાં બોક્સઓફિસ પર ચાલ્યો ગુજરાતી ફિલ્મોનો જાદુ

કોરોના મહામારી પછી સ્થિતિ સામાન્ય થઈ ત્યારે ઢોલિવુડે ધીમી શરૂઆત કરી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે, દમદાર રિકવરી થઈ છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ સુધર્યો છે ત્યારે તેમને આશા છે કે, આગામી સમયમાં હજી પણ વેગ મળશે. એક્ટર યશ સોનીની બેક-ટુ-બેક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી જે ગતિએ કમાણી કરી રહી છે તે જોઈને તે ખુશ છે. તેણે કહ્યું, “અમારી ઈન્ડસ્ટ્રી માટે છેલ્લા થોડા મહિના ખરેખર સારા રહ્યા છે અને ફિલ્મોએ સારી કમાણી કરી છે. બોલિવુડ કરતાં પણ અમારી ફિલ્મો સારું કમાઈ છે. આ ખૂબ સારા સંકેત છે. મહામારી દરમિયાન ઈન્ડસ્ટ્રીએ ખાસ્સું નુકસાન વેઠ્યું છે. ત્યારે ફિલ્મોની સારી કમાણી સરસ સંકેત છે.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *