1. ક્રિસ મોફુને 2005 માં રન આઉટ કર્યો હતો
જો ઓવર પછી પોતાના પાર્ટનર સાથે કેઝ્યુઅલ ચેટ કરી રહેલા બેટ્સમેનને સ્ટમ્પ કરવું ખોટું છે, તો જ્યારે કોઈ ખેલાડી તેના પાર્ટનરની ફિફ્ટી સેલિબ્રેટ કરી રહ્યો ત્યારે તેને અભિનંદન આપવા જાય ત્યારે તેને રનઆઉટ કરવો તે કેટલું યોગ્ય છે? ન્યૂઝીલેન્ડે 2005માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો ખેડ્યો હતો જેમાં બે ટેસ્ટ મેચની શ્રેણી સામેલ હતી. બીજી ટેસ્ટમાં જ્યારે ઝિમ્બાબ્વે બીજા દાવમાં બેટિંગ કરવા ઉતરી ત્યારે તે 254 રનથી પાછળ હતી. થોડી જ વારમાં 60મી ઓવરમાં સ્કોર 185/9 થઈ ગયો. 61મી ઓવરમાં બ્લેસિંગ માહવીરે 21 રન નોંધાવ્યા હતા અને માત્ર 33 બોલમાં 49 રન ફટકાર્યા હતા.
તેણે ડેનિયલ વેટ્ટોરીની આગલી ઓવરના પ્રથમ બોલ પર સ્ટ્રાઈક લીધી હતી અને મિડ-વિકેટ પર એક જ શોટ વડે તેની અડધી સદી પૂરી કરી હતી. તેણે બીજા છેડે ઉજવણી કરવાનું શરૂ કર્યું અને ડ્રેસિંગ રૂમમાં પણ ઉજવણી થઈ હતી. આ સમયે તેનો સાથી અને ઝિમ્બાબ્વેનો નંબર 11 ક્રિસ મોફુ ઉજવણીમાં સામેલ થવા માંગતો હતો. મોફુ રન પૂરો કરીને તેની તરફ ચાલ્યો હતો. આ દરમિયાન વેટ્ટોરીએ બોલ વિકેટકીપર મેક્કુલમ તરફ ફેંક્યો હતો. મેક્કુલે બેલ્સ ઉડાવી દીધા હતા. તેનાથી મોફુ પણ સ્તબ્ધ દેખાતો હતો અને ડ્રેસિંગ રૂમની ઉજવણી ટૂંક સમયમાં પેક-અપ મોડમાં ફેરવાઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે એક ઈનિંગ્સ અને 46 રનથી મેચ હારી ગયું અને 2-0ના માર્જિનથી સિરીઝ હારી ગયું હતું.
2. 2006માં મુથૈયા મુરલીધરનને કર્યો હતો રનઆઉટ
મેક્કુલમે એક વર્ષ પછી ફરી આવું કર્યું હતું. 2006માં ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગ્સમાં શ્રીલંકા બીજા દાવમાં 52 રનથી પાછળ પડી ગઈ હતી. કુમાર સંગાકારાએ 154 બોલમાં શાનદાર સદી ફટકારીને શ્રીલંકાને 99/8 થી 170/9 સુધી પહોંચાડ્યું. પરંતુ જે શોટ તેને તેની સદી સુધી લઈ ગયો હતો તે જ બોલ પર વિકેટ પણ પડી હતી. હકિકતમાં જ્યારે સંગાકારા ઉજવણીમાં તેનું બેટ ઊંચું કરી રહ્યો હતો ત્યારે પણ નોન-સ્ટ્રાઈકર મુથૈયા મુરલીધરન તેના પાર્ટનરને અભિનંદન આપવા માટે ગયો હતો જ્યારે તેણે તેનું બેટ બીજા છેડે ક્રિઝની અંદર ઊંચું કર્યું હતું. આના પર મેક્કુલમે ડીપમાંથી ફિલ્ડરે થ્રો કરેલા બોલથી બેઈલ્સ ઉડાવી દીધી હતી.
ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટે ટેસ્ટ જીતી હતી પરંતુ શ્રીલંકાએ શ્રેણી 1-1થી બરાબર કરી હતી. બંને રન-આઉટ રમતના નિયમો હેઠળ હતા (કારણ કે બોલ ડેડ ન હતો), પરંતુ એ પણ સાચું હતું કે બેમાંથી કોઈ બેટ્સમેન રન લેવા માંગતા ન હતા. તેમ છતાં તે સમયે ‘ક્રિકેટની ભાવના’ પર ભાગ્યે જ કોઈ ચર્ચા થઈ હતી. આજે જ્યારે વિપક્ષી બેટ્સમેન સદીની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કોઈએ આવું કર્યું હોત તો કેવો હોબાળો થયો હોત તેની કલ્પના કરી શકાય છે.
2009માં મેક્કુલમ ઈંગ્લેન્ડના આસિસ્ટન્ટ કોચ કોલિંગવુડને સ્ટમ્પિંગ કર્યો હતો
આવી જ ઘટના 2009ની ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન બની હતી. લીગ સ્ટેજની 10મી મેચમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. 11મી ઓવરના છેલ્લા બોલ પર પોલ કોલિંગવૂડ કાયલે મિલ્સના એક શોર્ટ બોલને ડોટ કર્યો હતો. બાદમાં તે નોન સ્ટ્રાઈક પર રહેલા સાથી ખેલાડી સાથે ચેટ કરવા ગયો હતો. લગભગ કેરીની જેમ જ મેક્કુલમ પણ સ્ટમ્પ પર બોલ ફેંકીને તેને આઉટ કર્યો હતો. જોકે, તત્કાલીન કેપ્ટન વેટ્ટોરીએ ઘણી ચર્ચા બાદ પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી અને કોલિંગવૂડ સાથે હાથ મિલાવ્યા હતા. જોકે, અહીં મેક્કુલમે કહ્યું કે તેણે જે કર્યું તે યોગ્ય હતું. હાલમાં કોલિંગવુડ ઈંગ્લેન્ડમાં મેક્કુલમના સહાયક કોચ છે.