BCCIને 38.5 ટકાનો મોટો ભાગ મળશે
આ દરમિયાન સભ્યો આગામી વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત ICC T20 વર્લ્ડ કપની તૈયારીઓ અંગે મોટી અપડેટ સામે આવી શકે છે. આ બેઠકમાં સૌથી મોટો મુદ્દો આવકના વિતરણનો રહેશે. ભારતને 2024-2027 વચ્ચેના સમયગાળા માટે ICCના 600 મિલિયન ડોલર (લગભગ 49.5 અરબ રૂપિયા)ની વાર્ષિક આવકથી 38.5 ટકા (230 મિલિયન ડોલર વાર્ષિક)નો મોટો હિસ્સો મળવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જોકે આ મુદ્દે પાડોશી દેશ પાકિસ્તાનને આનાથી વાંધો છે પરંતુ એનું કશું ખાસ ચાલશે નહીં એમ લાગી રહ્યું છે. પાકિસ્તાન આવકના વિતરણને લઈને વાંધો ઉઠાવી રહ્યું છે. પરંતુ બોર્ડને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ સામે આવશે નહીં અને પાસ થઈ જાય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને 6.89 ટકા ભાગ મળશે
તેને ICCની નાણાકીય અને વાણિજ્યિક બાબતો (F&CA)ની સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવશે અને તે પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં તે માત્ર ઔપચારિકતા બની રહેશે. આઈસીસી બોર્ડના એક સભ્યએ ‘પીટીઆઈ-ભાષા’ને કહ્યું કે ‘જો કોઈ ટકાવારીના આધારે જોવામાં આવે તો આવકનું વિતરણ અયોગ્ય લાગી શકે છે, જેમાં ભારતને 38.5 ટકા અને ઈસીબી (ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ)ને 6.89 ટકા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને 6.89 ટકા મળશે. આ આવકને ટકાવારીના બદલે જથ્થાના દૃષ્ટિકોણથી જોવી જોઈએ.
તેમણે કહ્યું, ‘છેલ્લા આઠ વર્ષમાં સભ્ય દેશોને જે મળ્યું છે તેનાથી આ ઘણું વધારે છે. ઇંગ્લેન્ડનો હિસ્સો અત્યારે 41 મિલિયન ડોલર (લગભગ 3.3 અરબ રૂપિયા) છે જ્યારે ગત સાયકલમાં તેને 16મિલિયન લગભગ 1.32 અરબ રૂપિયા મળ્યા હતા. આવી જ રીતે એસોસિએટ દેશોને 22 મિલિયન ડોલરના સ્થાને 67મિલિયન ડોલર મળશે.
આવકની વહેંચણીમાં અસમાનતાનો મુદ્દો ઉઠ્યો
“આ ટકાવારીની ગણતરી ક્રિકેટ રેન્કિંગ, ICC ટૂર્નામેન્ટમાં પ્રદર્શન અને રમતમાં વ્યાવસાયિક યોગદાન પર આધારિત છે. ભારત રમતગમતના વ્યવસાયિક પાસામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અન્ય સભ્ય દેશોમાં વહેંચણી અસમાન હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘અસમાનતાનો પ્રશ્ન ઊભો થતો નથી કારણ કે આવકનું પ્રમાણ વધ્યું છે. એવું નથી કે માત્ર BCCI સમાન આવકમાંથી વધુ પૈસા લે છે.
ડરબનની બેઠકમાં દ્વિપક્ષીય વન-ડે શ્રેણીનું ભાવિ પણ નક્કી થવાની અપેક્ષા છે. આ બેઠક દરમિયાન સભ્ય દેશો 2028-32 વચ્ચે પાંચ વર્ષના કેલેન્ડરની તૈયારી અંગે ચર્ચા કરશે. વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ICC ઈવેન્ટ્સ સિવાય માત્ર ભારત જેવો દેશ 50 ઓવરની મેચ માટે દર્શકોને આકર્ષી શકે છે.
વનડેનો ક્રેઝ સતત ઘટી રહ્યો છે
T20 ક્રિકેટના આગમન અને આખું વર્ષ લીગ ક્રિકેટ સાથે દર બે વર્ષે યોજાતી વૈશ્વિક ટૂર્નામેન્ટ સાથે, કોઈપણ સભ્ય રાષ્ટ્ર પાંચ મેચ અથવા ત્રણ મેચની દ્વિપક્ષીય શ્રેણીના ભાવિ વિશે ખૂબ ખાતરી કરી શકતું નથી. ICC બોર્ડના અન્ય એક સભ્યએ કહ્યું, બ્રોડકાસ્ટર્સ પણ હવે મોટી ટીમોની ટેસ્ટ શ્રેણી અને T20 શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સાત કલાકની ODI અને મામૂલી દ્વિપક્ષીય શ્રેણી હવે વધુ આવક પેદા કરી રહી નથી. સભ્ય દેશોએ આ પાસા પર સંપૂર્ણ ચર્ચા કરવાની જરૂર છે.
આ બેઠકમાં એક મુખ્ય મુદ્દો આંતરરાષ્ટ્રીય લીગમાં ખેલાડીઓ માટે રમવાની મર્યાદા નક્કી કરવાનો રહેશે. મોટી સંખ્યામાં ખેલાડીઓ હવે રાષ્ટ્રીય ટીમ તરફથી રમવાને બદલે વિશ્વભરની T20 લીગમાં રમવાનું પસંદ કરી રહ્યા છે.
મીટિંગનો કાર્યક્રમ:
સોમવાર: સહયોગી સભ્ય દેશોની બેઠક.
મંગળવાર: સીઈઓની બેઠક.
બુધવાર: નાણાકીય અને વાણિજ્યિક બાબતો (F&CA) સાથે કામ કરતા અધિકારીઓની બેઠક.
ગુરુવાર: બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક અને એજીએમ.