ભુવનેશ્વર-રાહણે સહિત આ દિગ્ગજોનું કરિયર ખતમ?
BCCIએ ભુવનેશ્વર કુમારની સાથો સાથ અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા અને રિદ્ધિમાન સાહા જેવા ખેલાડીઓને લિસ્ટમાં જગ્યા આપી નથી. થોડા સમય પહેલાં આ ખેલાડીઓ ટીમના મુખ્ય પ્લેયર્સ હતા. પરંતુ હવે BCCIએ તેમને સંકેત આપ્યા છે કે, ભાગ્યે જ તેમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તક મળી શકે.
ખતમ નથી થઈ શિખરની કહાણી
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય બોલર શિખર ધવન હાલ ટીમની બહાર છે. તેની વાપસીની આશા હાલ જોવા મળી રહી નથી. કારણ કે BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેને સી કેટેગરીમાં રાખ્યો છે. એનો એવો પણ અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે કદાચ હજુ પણ ધવનની વાપસી થઈ શકે છે. આ વર્ષે વર્લ્ડ કપ છે અને ધવનની પાસે આઈસીસી ટૂર્નામેન્ટમાં રમવાનો લાંબો અનુભણ પણ છે.
કેએલ રાહુલ માટે વોર્નિંગ
ભારતીય ટીમ માટે કેએલ રાહુલના પ્રદર્શનમાં નિરંતરતાની ખૂબ જ કમી જોવા મળી છે. તેની પાસેથી વનડે અને ટી20 બાદ ટેસ્ટની વાઈસ કેપ્ટનસી પણ છીનવી લેવામાં આવી હતી. હવે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ તેનુ ડિમોશન થયું છે. ગયા વખતે રાહુલ એ કેટેગરીમાં હતો અને હવે બીમાં છે. રાહુલ માટે સ્પષ્ટ વોર્નિંગ છે કે તે પોતાની ગેમ સુધારે નહીં તો બહાર થઈ શકે છે.
જાડેજાની વાપસી બાદ પણ અક્ષર મહત્વપૂર્ણ
રવિન્દ્ર જાડેજાએ ઘાયલ થયા બાદ વાપસી કરી લીદી છે. તેની અનુપસ્થિતિમાં અક્ષર પટેલે બોલિંગ અને બેટિંગમાં જોરદાર પરફોમન્સ આપ્યું હતું. તેની વાપસી બાદ અક્ષર સતત સારુ કામ કરી રહ્યો છે. આ જ કારણે તેને બીમાંથી એ કેટેગરીમાં પ્રમોટ કરવામાં આવ્યો છે. આ સાથે જ BCCIએ સ્પષ્ટતા કરી છે કે, જાડેજાની વાપસી બાદ અક્ષર પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
સંજુને મળી તક?
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એક નામે તમામને ચોંકાવ્યા છે અને તે નામ છે સંજુ સેમસન. આમ તો સંજુ ટીમ ઈન્ડિયામાં પાક્કી રીતે આવ્યો નથી. તને સતત અંદર બહાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેને કોન્ટ્રાક્ટ મળ્યો છે. એનાથી એવું સમજાય છે કે શ્રેયસ અય્યરના બેકઅપ તરીકે જોવામાં આવી રહ્યો છે.
Latest Cricket News And Gujarat News