વાત જાણે એમ છે કે મોસાદિકના તે અંતિમ બોલ પર બાંગ્લાદેશના વિકેટકીપર નુરુલ હસને એટલી ઉતાવળ કરી કે બેટિંગ ક્રિઝ પર બોલને સ્ટમ્પની આગળથી કેચ કરી લીધો. પણ, તે થર્ડ એમ્પાયરની નજરથી બચી શક્યો નહીં. પછી એમ્પાયરે નો બોલનો ઈશારો કર્યો અને ઝિમ્બાબ્વેના ખાતામાં 1 રન જોડાઈ ગયો પછી ફ્રી હિટ સાથે બીજી તક મળી.
વિકેટકીપરની ‘મૂર્ખતા’થી હારી ગયું હોત બાંગ્લાદેશ!
હાઈલાઈટ્સ:
- રવિવારે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ભારત-પાકિસ્તાનનો રોમાંચ જોવા મળ્યો હતો.
- ઝિમ્બાબ્વેને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી.
- 11 પણ બનાવ્યા, પરંતુ છેલ્લા બે બોલમાં બે વિકેટ પડી અને ઝિમ્બાબ્વે હારી ગયું.
મેચના અંતિમ બોલ પર મોસાદિકે મુઝારબાનીને પૂરી રીતે બીટ કરી દીધો હતો. આ દરમિયાન બાંગ્લાદેશની ટીમના પ્લેયર્સ જીતની ઉજવણી કરવા લાગ્યા હતા. ત્યારે ઝિમ્બાબ્વેનો બેટ્સમેન પણ પેવેલિયન પરત પહોંચી ગયો હતો ત્યારે જ થર્ડ એમ્પાયરે અંતિમ બોલને નો બોલ જણાવ્યો. એમ્પાયરના આ નિર્ણયથી બાંગ્લાદેશની ટીમમાં જાણે હોબાળો મચી ગયો. વાત જાણે એમ છે કે મોસાદિકના તે અંતિમ બોલ પર બાંગ્લાદેશના વિકેટકીપર નુરુલ હસને એટલી ઉતાવળ કરી કે બેટિંગ ક્રિઝ પર બોલને સ્ટમ્પની આગળથી કેચ કરી લીધો. પણ, તે થર્ડ એમ્પાયરની નજરથી બચી શક્યો નહીં. પછી એમ્પાયરે નો બોલનો ઈશારો કર્યો અને ઝિમ્બાબ્વેના ખાતામાં 1 રન જોડાઈ ગયો પછી ફ્રી હિટ સાથે બીજી તક મળી.
રવિવારે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ભારત-પાકિસ્તાનનો રોમાંચ જોવા મળ્યો હતો. ઝિમ્બાબ્વેને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી. 11 પણ બનાવ્યા, પરંતુ છેલ્લા બે બોલમાં બે વિકેટ પડી અને ઝિમ્બાબ્વે હારી ગયું. બંને ટીમો ડગઆઉટમાં ગઈ હતી, પરંતુ રોમાંચ હજુ પણ ચાલુ હતો. મેચ રેફરીએ છેલ્લા બોલે નો-બોલ આપ્યો કારણકે બાંગ્લાદેશના વિકેટકીપર નુરુલ હસને સ્ટંપની આગળ જઈ બોલ પકડ્યો. પરંતુ, નસીબનો આટલો સાથ મળવા છતાં ઝિમ્બાબ્વે હારી ગયું. મોસાદિકે પણ છેલ્લા બોલે કોઈ રન માર્યો નહીં અને ઝિમ્બાબ્વે 3 રનથી હારી ગયું.
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં રવિવારે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે મેચ રમાઈ હતી. મેચમાં ભારત-પાકિસ્તાન મેચ જેવો રોમાંચ જોવા મળ્યો હતો. મેચ અંતિમ બોલ સુધી ગઈ હતી. રોમાંચ ભરેલી મેચમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 20 ઓવરમાં 7 વિકેટે 150 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા હતા.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ