ભારતે એશિયા કપમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું. અંતિમ ઓવરોમાં પાકિસ્તાનની ફિલ્ડિંગ દરમિયાન 30-યાર્ડ સર્કલમાં એક વધારાનો ખેલાડી ઉભો રાખવો પડ્યો હતો જેથી કરીને ભારતીય બેટ્સમેનો માટે બાઉન્ડ્રી ખુલી ગઈ ગઈ હતી. જેનો જાડેજા અને હાર્દિકે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. જેમાં આ બન્ને ખેલાડીઓએ 3 ઓવરમાં 32 રન ઠોકી માર્યા હતા અને પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો.
જાણો, શું હોય છે ICC Rule 2.22?
ICC Code of Conductના 2.22 નિયમ પ્રમાણે T20 ઈન્ટરનેશનલમાં બે ટીમોએ નિશ્ચિત સમયના અંત સુધીમાં પોતાની અંતિમ ઓવરનો પહેલો બોલ ફેંકવાનો હોય છે. જો આમ ના થાય તો બાકી રહેલી ઓવરોમાં એક વધારાનો ફિલ્ડર 30-યાર્ડ સર્કલની અંદર આવી જશે. આ નિયમ આ વર્ષે 16 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લાગુ કર્યો હતો. આજ નિયમના ભંગ બદલ પાકિસ્તાને નુકસાન ભોગવવું પડ્યું હતું.
રોહિત શર્માને પણ થયું હતું નુકસાન
ભારતી ટીમ પણ આ નિયમમાં ફસાઈ હતી. જેમાં ભારતે નિશ્ચિત સમયમાં 18 ઓવરથી ઓછી બોલિંગ કરી હતી, જેના કારણે રોહિત શર્માએ અંતિમ ઓવરોમાં સર્કલમાં 5 ખેલાડીઓને રાખવા પડ્યા હતા. અંતિમ 17 બોલમાં 33 રન મળ્યા જેના કારણે પાકિસ્તાન 147 રન સુધી પહોંચી શક્યું હતું. જોકે ટીમ એક બોલ બાકી રહેલા ઓલઆઉટ થઈ ગઈ હતી.
ફસાયેલા પાકિસ્તાનનો હાર્દિક-જાડેજાએ ફાયદો ઉઠાવ્યો
પાકિસ્તાન આ નિયમનો ભંગ કર્યો જેના કારણે 3 ઓવર માટે વધુ એક ખેલાડી 30-યાર્ડ સર્કલમાં લાવવો પડ્યો હતો. જે પછી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી અને 32 રન બનાવ્યા અને ભારતીય ટીમે બે બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ મેચમાં હાર્દિક પંડ્યાએ વિજય છગ્ગો મારીને 33 રનના અંગત સ્કોર પર નોટ આઉટ રહ્યો હતો.
T20 વર્લ્ડકપમાં લાગુ કરવામાં આવશે આ નિયમ
આ વખતે ભૂવનેશ્વર કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિવેદન કર્યું હતું. જેમાં ભૂવીએ જણાવ્યું કે, આ એ સમય છે જ્યાં તમે હારી કે જીતી શકો છો. આ બન્ને ટીમો માટે બરાબર છે. તેને એશિયા કપ કે વર્લ્ડકપના ફાઈનલમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર અને નવેમ્બરમાં થનારા પુરુષોના T20 વર્લ્ડકપમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે.