નવી દિલ્હીઃ અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકને લાગે છે કે જો ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન વન-ડે સેટઅપનો ભાગ નથી અને બીસીસીઆઈ એશિયન ગેમ્સ 2023માં બી ટીમ મોકલવાનો નિર્ણય કરે છે તો અશ્વિનને ભારતનો કેપ્ટન બનાવવો જોઈએ. કાર્તિકની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ઘણા રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે, બીસીસીઆઈ 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ચીનના હાંગઝાઉમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમોને મોકલશે.
આ મેગા એશિયન આયોજન વન-ડે વર્લ્ડ કપ સામે ટકરાવવા તૈયાર છે, કેમકે ભારતની પુરુષ ટીમ પણ 8 ઓક્ટોબરથી ચેન્નઈમાં ઓસ્ટ્રોલિયા સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. એટલે બોર્ડ બી ટીમને ચીન મોકલે તેવી શક્યતા છે. એમ પણ જણાવાયું છે કે, અનુભવી બેટ્સમેન શિખર ધવન આ ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. ધવન હાલ વન-ડે ટીમનો ભાગ નથી.

બીજી તરફ, 38 વર્ષના કાર્તિકે આગ્રહ કર્યો કે, અશ્વિનને કેપ્ટન બનાવવો જોઈએ. તેણે કહ્યું કે, ‘અશ્ચિન મહાન ખેલાડીઓમાંથી એક છે, તેમાં કોઈ બેમત નથી. મને ખરેખર લાગે છે કે, જો ભારત એક બી ટીમ મોકલી રહ્યું છે અને મુખ્ય ટીમ વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે, જ્યારે અશ્ચિન વન-ડે સેટઅપનો ભાગ નથી તો તેને કેપ્ટન બનાવવો જોઈએ.’
કાર્તિકે એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘મને ખરેખર લાગે છે કે, તે તેનો હકદાર છે અને તેને ટીમનો કેપ્ટન બનવાનો અધિકાર છે. હું ઈચ્છું છું કે, તે એશિયન ગેમ્સ માટે અશ્વિનને કેપ્ટન બનાવે. આ તેના માટે એક સિદ્ધિ હશે.’ ઉલ્લેખનીય છે કે, છેલ્લે 2014માં એશિયન ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરાયો હતો. 9 વર્ષ પહેલા રમાયેલી આ સ્પર્ધામાં ભારતીય ટીમોએ ભાગ નહોંતો લીધો.