asia cup 2023, એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે? BCCI સચિવ જય શાહે આપ્યો જવાબ - indian cricket team wont travel to pakistan for asia cup 2023 says bcci secretary jay shah

asia cup 2023, એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે? BCCI સચિવ જય શાહે આપ્યો જવાબ – indian cricket team wont travel to pakistan for asia cup 2023 says bcci secretary jay shah


ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) 2023માં એશિયા કપ (Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન જવાની નથી તેમ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (Asian Cricket Council)ના વડા જય શાહે જણાવ્યું છે. મંગળવારે મુંબઈમાં યોજાયેલી બીસીસીઆઈ (BCCI)ની 91મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)બાદ જય શાહે (Jay Shah) સ્પષ્ટતા કરી હતી. 2023નો એશિયા કપ પાકિસ્તાનમાં રમાવાનો છે અને અગાઉ સૂત્રોએ જણાવ્યું હતું કે બીસીસીઆઈ ભારતીય ટીમને ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન મોકલી શકે છે. જોકે, બીસીસીઆઈ સચિવ જય શાહે જણાવ્યું હતું કે, એશિયા કપ 2023 પાકિસ્તાનમાં નહીં પરંતુ તટસ્થ સ્થળે રમાઈ શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લે રાહુલ દ્રવિડ (Rahul Dravid)ની આગેવાનીમાં 2005-06માં પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. જ્યારે 2012-13માં પાકિસ્તાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી અને ત્રણ ટી20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ રમી હતી. ત્યારબાદથી બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ રમાઈ નથી. હાલમાં બને ટીમો એશિયા કપ અથવા તો આઈસીસીની વર્લ્ડ ઈવેન્ટ્સમાં જ આમને-સામને થાય છે. હવે ભારત અને પાકિસ્તાન 23 ઓક્ટોબરે ટી20 વર્લ્ડ કપની મેચમાં એકબીજા સામે ટકરાશે. આ મેચ માટેની ટિકિટો વેચાણ માટે મૂકવામાં આવી તેના થોડા કલાકોમાં જ વેચાઈ ગઈ હતી.

પાકિસ્તાની ટીમ ભારતને ક્યારેય વન-ડે કે ટી20 વર્લ્ડ કપમાં હારાવી શકી ન હતી. જોકે, યુએઈમાં ગત વર્ષે રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને પરાજય આપીને આ મહેણું ભાંગી નાંખ્યું હતું. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના વડા રમીઝ રાજાએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમે હવે પાકિસ્તાનને સન્માન આપવાનું શરૂ કર્યું છે.

રાજાએ જણાવ્યું હતું કે, આ મેચો સ્કિલ કે પ્રતિભા કરતાં માનસિકતાની હતી. જો હાર ન માનવાની મક્કમતાના કારણે નાની ટીમો પણ મોટી ટીમોને હરાવી શકે છે. વર્લ્ડ કપમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાન હંમેશા અંડરડોગ તરીકે રમતું હતું. પરંતુ હવે ભારતીય ટીમે અમને સન્માન આપવાનું શરૂ કર્યું છે. અગાઉ તેઓ વિચારતા હતા કે પાકિસ્તાન તેમને પરાજય આપી શકશે નહીં. તેથી અમે વર્તમાન પાકિસ્તાની ટીમને શ્રેય આપીએ છીએ. અમે બિલિયન ડોલર ક્રિકેટ ઈન્ડસ્ટ્રીને પરાજય આપ્યો હતો. હું વર્લ્ડ કપમાં રમ્યો છું અને ક્યારેય ભારત સામે જીતી શક્યો ન હતો. તેથી આ ટીમની પ્રશંસા કરવી જોઈએ. મર્યાદિત સંસાધનો હોવા છતાં અમે ભારતીય ટીમને મજબૂત લડત આપીએ છીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *