Asia Cup 2022: ભારતને મોટો ફટકો, ઈજાને કારણે રવીન્દ્ર જાડેજા ટુર્નામેન્ટમાંથી બહાર - asia cup 2022: ravindra jadeja ruled out of tournament due to injury

Asia Cup 2022: ભારતને મોટો ફટકો, ઈજાને કારણે રવીન્દ્ર જાડેજા ટુર્નામેન્ટમાંથી બહાર – asia cup 2022: ravindra jadeja ruled out of tournament due to injury


Asia Cup 2022: એશિયા કપમાં સુપર-4માં ક્વોલિફાય થનાર ભારતીય ક્રિકેટ ટીમને શુક્રવારે એક મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે. રવીન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા પહોંચી છે અને તે ટુર્નામેન્ટની બાકીની મેચોમાં રમી શકશે નહીં. અત્યારે BCCIની મેડિકલ ટીમ રવીન્દ્ર જાડેજાની ઈજા ઉપર નજર રાખી રહી છે. બોર્ડ દ્વારા નિવેદન બહાર પાડીને રવીન્દ્ર જાડેજાની ઈજા અંગે જાણકારી આપી હતી. રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રવીન્દ્ર જાડેજાએ પાકિસ્તાનની સામેની મેચમાં ચોથા નંબરે બેટિંગ કરતાં ટીમની જીતમાં મહત્વપુર્ણ ભૂમિકા ભજવી હતી. રવિવારે ટીમ ઈન્ડિયાની આગામી મેચ છે.
રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરાયો
રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. અક્ષર સ્ટેન્ડબાય ખેલાડીઓના લિસ્ટમાં સામેલ હતો. તે જાડેજાની જેમ જ ડાબા હાથથી બોલિંગ કરવાની સાથે ડાબા હાથનો સ્પિન બોલર પણ છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર અક્ષરે શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વન-ડે સીરિની બીજી મેચમાં એક સમયે ભારતની હાર થતાં જોવા મળી રહી હતી, પણ અક્ષર પટેલે 35 બોલમાં 64 રન ફટકારીને બાજી પલટી નાખી હતી અને ભારતની શાનદાર જીત અપાવી હતી.

શાનદાર ફોર્મમાં હતો રવીન્દ્ર જાડેજા
રવીન્દ્ર જાડેજા બોલની સાથે-સાથે બેટિંગ અને ફિલ્ડિંગમાં પણ કમાલનું પ્રદર્શન કરી રહ્યો હતો. તેણે પાકિસ્તાન સામેની મેચમાં ચોથા નંબરે રમતા 35 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ડાબા હાથના સ્પિનરને પાકિસ્તાન સામે કાઉન્ટર કરવા માટે બેટિંગ ક્રમમાં તેને ઉપરના સ્થાને મોકલ્યો હતો. હોંગકોંગ સામેની મેચમાં તેની બેટિંગ આવી ન હતી, પણ તેણે શાનદાર બોલિંગ અને ફિલ્ડિંગ કરી હતી. તેના ડાયરેક્ટ થ્રો પર હોંગકોંગના કેપ્ટન નિજાકત ખાન રન આઉટ થયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બોલિંગમાં પણ તેણે 4 ઓવરમાં માત્ર 15 રન આપ્યા હતા.

એશિયા કપ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *