ashish nehra to be indian team coach, વનડે વર્લ્ડ કપ પછી દ્રવિડનું પત્તું કપાશે! ટીમ ઈન્ડિયાને મળી શકે છે નવા હેડ કોચ - who will be new coach of indian cricket team

ashish nehra to be indian team coach, વનડે વર્લ્ડ કપ પછી દ્રવિડનું પત્તું કપાશે! ટીમ ઈન્ડિયાને મળી શકે છે નવા હેડ કોચ – who will be new coach of indian cricket team


Rahul Dravid Head Coach: ટીમ ઈન્ડિયામાં અત્યારે મોટાપાયે ફેરફાર જોવા મળી શકે છે. એક બાજુ યુવા ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ હવે હેડ કોચ રાહુલ દ્રવિડના ભવિષ્યને લઈને પણ સસ્પેન્સ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. નવેમ્બર 2023 દરમિયાન તેમનો કોન્ટ્રાક્ટ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે હવે ઈન્ડિયન ટીમના હેડ કોચ કોણ બનશે તે આ વર્લ્ડ કપ નક્કી કરશે. ટીમ મેનેજમેન્ટ જે પ્રમાણે સિલેક્ટર્સના પગાર વધારીને નવી યુવા ટીમ બનાવી રહ્યું છે. એને જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે જો ભારતીય ટીમ આ વનડે વર્લ્ડ કપમાં પણ કઈ ખાસ ન કરી શકી તો રાહુલ દ્રવિડને પોતાનુ પદ ગુમાવવું પડી શકે છે. જોકે આ અંગે કોઈ સત્તાવર જાહેરાત નથી થઈ પરંતુ જે પ્રમાણે પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે એને જોતા સંભાવનાઓ આ પ્રમાણે પ્રબળ બનતી જઈ રહી છે.

રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ રિન્યુ થશે કે કેમ!
BCCI અત્યારે યુવા ટીમ ઈન્ડિયા બનાવવા પર ભાર મુકે છે. ટેસ્ટથી લઈ તમામ ફોર્મેટમાં હવે મોટાપાયે સિનિયર ખેલાડીઓની છુટ્ટી થઈ શકે છે. તેવામાં હવે જે પ્રમાણે ભારતીય ટીમને ICC ટ્રોફી જીતવા માટે BCCI તૈયાર કરી રહી છે એને જોતા રાહુલ દ્રવિડનું પ્રદર્શન કેવું રહેશે એના પર પણ નજર રહેશે. કોચ તરીકે તેના નિર્ણયો તથા આની સાથે રોહિત શર્માનું કેપ્ટન અને બેટ્સમેન તરીકે ફોર્મ કેવું છે એના પર પણ ચાપતી નજર રાખવામાં આવી શકે છે. બીજી બાજુ મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે હજુ સુધી રાહુલ દ્રવિડ સાથે તેમના કોન્ટ્રાક્ટને વધારીશું કે નહીં એ અંગે કોઈ ચર્ચા કરાઈ નથી. આથી બધાનું ધ્યાન વનડે વર્લ્ડ કપ પર રહેશે. કારણ કે ભારતના હોમ ગ્રાઉન્ડ પર આ રમાશે તેવામાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહેશે એની પર બધાની નજર રહેશે.

દ્રવિડના સ્થાને કોણ-કોણ દાવેદાર
આશીષ નહેરા – ગુજરાત ટાઈટન્સના શાનદાર ફોર્મને જોતા…
ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર આશીષ નહેરાને ક્રિકેટ જગતના એક સ્માર્ટ ગેમ પ્લાનર તરીકે જોવામાં આવે છે. આશીષ નહેરા સિમ્પલ અને કૂલ ક્રિકેટિંગ માઈન્ટ સેટ ધરાવે છે. તેવામાં ગુજરાત ટાઈટન્સની ટીમ ડેબ્યૂ કરતાની સાથે જ જેવી રીતે છવાઈ ગઈ છે એના સ્ટેટ્સને જોતા ઈન્ડિયન ટીમના કોચ તરીકે નહેરાની પસંદગી થઈ શકે એવી ધારણાઓ લગાવાઈ રહી છે. પ્રોટોકોલ પછી જો દ્રવિડ સાથે કોન્ટ્રાક્ટ આગળ વધારવાની કોઈ વાતચીત ન થાય તો એના પહેલા BCCI નવા હેડ કોચ માટે આવેદનો પણ મંગાવી શકે છે. આ દરમિયાન આશીષ નહેરાને પ્રબળ દાવેદાર ગણવામાં આવે છે.

વીરેન્દ્ર સહેવાગ પણ આ રેસમાં અગ્રેસર
ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનવાના સૌથી મોટા દાવેદાર છે. વીરેન્દ્ર સેહવાગે પોતાની આક્રમક બેટિંગથી દુનિયાભરના બોલરોને હંફાવી દીધા હતા. જો વીરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનશે તો તે ટીમ ઈન્ડિયામાં આક્રમક વિચાર લાવશે. પોતાના આક્રમક કોચિંગથી વીરેન્દ્ર સેહવાગ ટીમ ઈન્ડિયાને તે સફળતા હાંસલ કરવામાં મદદ કરી શકે છે જે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી બ્રેન્ડન મેક્કુલમ આ દિવસોમાં ઈંગ્લેન્ડની ટીમને ટેસ્ટ ક્રિકેટમાં મદદ કરી રહ્યા છે. બ્રેન્ડન મેક્કુલમની આક્રમક કોચિંગ શૈલી હવે બેઝબોલ તરીકે ઓળખાય છે. સેહવાગે ટીમ ઈન્ડિયાના કોચ બનવા માટે અરજી પણ કરી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ન્યૂઝીલેન્ડથી પણ કોચ માટે અરજી આવી શકે
ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ખેલાડી સ્ટીફન ફ્લેમિંગ ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનવાના સૌથી મોટા દાવેદાર છે. સ્ટીફન ફ્લેમિંગ વિશ્વ ક્રિકેટમાં ખૂબ જ સફળ કોચ રહ્યા છે. સ્ટીફન ફ્લેમિંગના કોચિંગ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. સ્ટીફન ફ્લેમિંગના કોચિંગ હેઠળ, ચેન્નઈ સુપર કિંગ્સ ટીમે વર્ષ 2010, 2011, 2018, 2021 અને 2023માં IPL ટ્રોફી જીતી છે. સ્ટીફન ફ્લેમિંગ એક ચતુર વ્યૂહરચનાકાર છે અને ભારતીય ખેલાડીઓ સાથે તેની સારી બોન્ડિંગ પણ છે. સ્ટીફન ફ્લેમિંગ જાણે છે કે મોટી ટુર્નામેન્ટ કેવી રીતે જીતવી. એટલા માટે તે ટીમ ઈન્ડિયાનો કોચ બનીને ટીમનું નસીબ બદલી શકે છે.

ટોમ મુડીના નામ પણ થઈ ચર્ચાઓ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ટોમ મૂડી આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના કોચ રહી ચૂક્યા છે. ટોમ મૂડીના કોચિંગ હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 1 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ટોમ મૂડીના કોચિંગ હેઠળ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે વર્ષ 2016માં આઈપીએલ ટ્રોફી જીતી છે. ટોમ મૂડીએ વર્ષ 2017માં ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે ઈન્ટરવ્યુ આપ્યો હતો. કોચની પસંદગી પ્રક્રિયામાં ટોમ મૂડીએ રવિ શાસ્ત્રીને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ વિરાટ કોહલીની પસંદગીને ધ્યાનમાં રાખીને શાસ્ત્રીને કોચ બનાવવામાં આવ્યા હતા. ટોમ મૂડી ટીમ ઈન્ડિયાના કોચ બનવાના મોટા દાવેદાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *