Ashes 2023: બેયરસ્ટોની વિકેટનો વિવાદ વકરતા અમ્પાયર ભડક્યા, ઇંગ્લેન્ડ ટીમ અને ફેન્સને આડે હાથ લીધા

Ashes 2023: બેયરસ્ટોની વિકેટનો વિવાદ વકરતા અમ્પાયર ભડક્યા, ઇંગ્લેન્ડ ટીમ અને ફેન્સને આડે હાથ લીધા


મેલબોર્નઃ તાજેતરમાં જ લોર્ડ્સમાં સમાપ્ત થયેલી ટેસ્ટમાં જોની બેયરસ્ટો વિવાદાસ્પદ રીતે રનઆઉટ થઈ ગયો હતો. આ સંદર્ભમાં કેટલાક દ્વારા દર્શાવવામાં આવેલા “દંભ અને કંસીસ્ટન્સીના અભાવ”ની ટીકા કરતા, ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એલિટ પેનલના અમ્પાયર સાઈમન ટોફેલે કહ્યું કે જ્યારે લોકોને ક્રિકેટના કાયદા હેઠળ આઉટ થવાની રીત પસંદ નથી આવતી એટલે તેઓ ખેલ ભાવનાની વાત કરતા હોય છે.

બીજી એશિઝ ટેસ્ટમાં બેયરસ્ટોના વિવાદાસ્પદ સ્ટમ્પિંગ પછી, ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ અને કેપ્ટન બેન સ્ટોક્સ જેવા દિગ્ગજોએ કહ્યું કે તે ખેલ ભાવનાની વિરૂદ્ધની ઘટના હતી. ટૉફેલે ‘લિંકડિન’ પર એક લાંબી પોસ્ટમાં લખ્યું તે ‘આ મારો અનુભવ છે કે જ્યારે લોકોને ક્રિકેટના કાયદા હેઠળ જે રીતે આઉટ કરવાની રીત પસંદ નથી આવતી ત્યારે તેઓ તેમના દૃષ્ટિકોણને સમર્થન આપવા માટે ખેલ ભાવનાના મુદ્દાને ટાંકે છે.’

અમ્પાયરે કહ્યું જોની બેયરસ્ટો કેમ મૌન રહ્યો?
તેણે લખ્યું, ‘શું લોર્ડ્સમાં જોની બેયરસ્ટોની વિકેટ લેવામાં ખેલ ભાવનાનું ઉલ્લંઘન થયું હતું? શું તમે ક્યારેય કોઈ અમ્પાયરને ફિલ્ડિંગ ટીમને કહેતા જોયા છે કે વિકેટ-કીપર પાછળ ઊભા રહીને સ્ટમ્પિંગ કરવાનો પ્રયાસ કરે એની મંજૂરી નથી?’ ટોફેલે વધુમાં કહ્યું કે ‘શું કોઈએ ફરિયાદ કરી હતી જ્યારે બેયરસ્ટોએ માર્નસ (લાબુશેન)ને પ્રથમ દાવમાં આ રીતે આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોની બેયરસ્ટોએ તેના આઉટ થવાના મુદ્દે કેમ કશું ન કહ્યું? તે એકદમ મૌન કેમ રહ્યો?’

ક્રિકેટના ભવિષ્ય અંગે અમ્પાયરે ચિંતા વ્યક્ત કરી
બેયરસ્ટોના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયાને બાકીની મેચ દરમિયાન દર્શકોના ખરાબ વર્તનનો સામનો કરવો પડ્યો હતો. દર્શકોએ મુલાકાતી ટીમને બૂમ પાડી અને ‘એ જ જૂના ઓસિઝ, હંમેશા ચીટર્સ’ ના નારા લગાવ્યા હતા. બંને દેશોના વડાપ્રધાનો ઉપરાંત, ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ આ મુદ્દા પર તેમના વિચારો આપ્યા. ટૉફેલે લખ્યું, ‘કેટલીક વ્યક્તિઓ અને જૂથો દ્વારા દર્શાવવામાં આવેલા દંભ અને કંસીસ્ટન્સીના અભાવ આપણી રમતના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતાજનક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *