IND vs BAN: પડદા પાછળના આ હીરોને સલામ, જેણે ટીમ ઈન્ડિયાની જીત માટે રેડી દીધો પોતાનો જીવ
અર્શદીપ સિંહનો ફેન બન્યો રોહિત શર્મા
મેચ ખતમ થયા બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે ‘અર્શદીપ જ્યારે ટીમમાં આવ્યો તો અમે તેને ડેથ ઓવરોમાં બોલિંગ કરવા માટે કહ્યું હતું. બુમરાહ ટીમમાં નથી અને તેવામાં આ કામ કોઈના માટે પણ સરળ ન હોત. એક યંગ બોલર માટે આ પ્રકારની ભૂમિકા નિભાવવી સરળ નથી પરંતુ અમે તેને તૈયાર કર્યો’.
IND vs BAN: KL Rahulએ ભારત માટે ખતરો બની રહેલા લિટનને સચોટ થ્રોથી પેવેલિયન ભેગો કર્યો
જીત પર રોહિત શર્માએ શું કહ્યું?
તેણે ઉમેર્યું હતું કે ‘તે છેલ્લા આઠ-નવ મહિનાથી આ ભૂમિકા નિભાવી રહ્યો છે. જો કોઈ કામને સતત કરી રહ્યું છે તો હું તેનું સમર્થન કરું છું. અમારી પાસે શમી અને અર્શદીપ હતા. હું શાંત હતો પરંતુ સાથે નર્વસ પણ હતો. એક ટીમ તરીકે તમારી વ્યૂહરચનાનો અમલ કરવા માટે શાંત રહેવું મહત્વપૂર્ણ છે. ઓછી ઓવરની મેચમાં કોઈ પણ ટીમ જીતી શકે છે. પરંતુ વરસાદ બાદ જ્યારે મેચ શરૂ થઈ તો અમે સંયમ જાળવી રાખ્યો અને અંતે અમને સારી જીત મળી’.
રોહિત શર્માએ કોહલીના કર્યા વખાણ
રોહિત શર્માએ વિરાટ કોહલીના વખાણ કરતાં કહ્યું હતું કે ‘કોહલી સારી લયમાં હતો અને આ તેની કેટલીક સારી ઈનિંગ સાથે જોડાયેલો કિસ્સો હતો. એશિયા કપ બાદ તેણે પાછું વળીને જોયું નથી. તે ખૂબ જ અનુભવી છે. આ સિવાય જે રીતે કેએલ રાહુલે બેટિંગ કરી તે ટીમ માટે સારી રહી’.
Read Latest Cricket News And Gujarati News