arshdeep singh, IND vs NZ: હાર બાદ ગુસ્સે થયો કેપ્ટન HardiK Pandya, ઈશારામાં Arshdeep Singhને ગણાવ્યો જવાબદાર - ind vs nz hardik pandya got furious on arshdeep singh after defeat

arshdeep singh, IND vs NZ: હાર બાદ ગુસ્સે થયો કેપ્ટન HardiK Pandya, ઈશારામાં Arshdeep Singhને ગણાવ્યો જવાબદાર – ind vs nz hardik pandya got furious on arshdeep singh after defeat


વનડે સીરિઝમાં ન્યૂઝીલેન્ડને (IND vs NZ) 3-0થી ધૂળ ચટાડનારી ટીમ ઈન્ડિયાને ગુરુવારે T20 સીરિઝની પહેલી મેચમાં 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીત્યા બાદ ભારતે ન્યૂઝીલેન્ડને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વિરોધી ટીમના ખેલાડીઓએ 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 176 રનનો સ્કોર ઉભો કર્યો હતો અને જવાબમાં યજમાન ભારત 20 ઓવરમાં 9 વિકેટ પર 155 રન જ બનાવી શક્યું હતું. ન્યૂઝીલેન્ડે અંતિમ પાંચ ઓવરમાં 59 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે અંતિમ ઓવર મોંઘી સાબિત થઈ, જેમાં અર્શદીપ સિંહે (Arshdeep Singh) કુલ મળીને 27 રન ખર્ચ કર્યા હતા. મેચ ખતમ થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) ઈશારામાં હારનું ઠીકરું તેના પર ફોડ્યું હતું. તો શાનદાર પર્ફોર્મન્સ આપનારા વોશિંગ્ટન સુંદરના વખાણ કર્યા હતા.

NZએ 3 ઓવરમાં જ INDના ટોપ ઓર્ડરની હવા કાઢી નાખી, ના ચાલ્યો લોકલ બોયનો જાદુ

અર્શદીપ સિંહે નાખેલી ઓવર બની હારનું કારણ!
હાર્દિક પંડ્યાએ અર્શદીપ સિંહને અંતિમ ઓવર નાખવાની જવાબદારી સોંપી હતી જ્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર 149 રન હતો. અર્શદીપે પહેલો નો બોલ ફેંક્યો હતો, જેના પર મિશેલે લોન્ગ ઓનની દિશામાં સિક્સ ફટકારી હતી. અહીંયાથી બોલરની લય બગડી હતી અને મિશેલે પોતાનો દબદબો જાળવી રાખવાની શરૂઆત કરી હતી. તેણે આગામી ત્રણ બોલમાં બે સિક્સ અને 1 ચોગ્ગો ફટકારીને આ ઓવરને મોટી બનાવી હતી. ભારતે અંતિમ ઓવરમાં 27 રન ખર્ચ કર્યા હતા, જે તેના માટે હારનું કારણ બની હતી.

IND vs NZ 1st T20: બેટિંગ-બોલિંગમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન, ન્યૂઝીલેન્ડનો આસાન વિજય

પંડ્યાએ ઈશારામાં ફોડ્યું હારનું ઠીકરું
હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ‘કોઈએ નહોતું વિચાર્યું કે અંતિમ ઓવર આ રીતે રમાશે, બંને ટીમ હેરાન રહી ગઈ હતી. પરંતુ તેઓ તેના પર સારું રમ્યા અને પરિણામ પણ તેમના પક્ષમાં આવ્યું. હકીકતમાં નવા-જૂનો બોલ વધારે ટર્ન લઈ રહ્યા હતા અને જે રીતે સ્પિન થયો, જે રીતે ઉછળ્યો, તેણે અમને પરેશાન કર્યા હતા. સૂર્ય અને હું છેલ સુધી લડતા રહ્યા. જ્યારે પાછળ વળીને જોઉ છું ત્યારે મને નથી લાગતું કે, તે 27 રન ખર્ચ કરવાવાળી ઓવર હતી. અમે બોલિંગમાં ખરાબ હતા. કંઈક શીખવાની જરૂર છે’.

વોશિંગ્ટન સુંદરના પર્ફોર્મન્સના કર્યા વખાણ
ભારત ભલે મેચ હારી ગયું પરંતુ વોશિંગ્ટન સુંદરે પોતાના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સથી સૌને પ્રભાવિત કર્યા હતા. સુંદરે પહેલા બોલિંગ કરતાં 4 ઓવરમાં 22 રનના ખર્ચ સાથે શરૂઆત કરી પરંતુ સાથે 2 વિકેટ પણ લીધી હતી. આ સાથે તેણે અડધી સદી પણ ફટકારી હતી. તેના વખાણ કરતાં પંડ્યાએ કહ્યું હતું ‘આજની મેચ વોશિંગ્ટન સુંદર vs ન્યૂઝીલેન્ડની હતી. અમારે કોઈ એવા વ્યતક્તિની જરૂર હતી જે બેટિંગ અને બોલિંગ કરી શકે, અમને આત્મવિશ્વાસ આપી શકે અને આગળ વધવામાં મદદ કરે’.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *