Arjun Tendulkar, MI vs SRH: Sachin Tendulkarના દીકરા Arjun Tendulkarના આકરા તેવર! બીજી જ મેચમાં કરેલી હરકત કેમેરામાં થઈ કેદ - mi vs srh arjun tendulkar gets angry on cameraman during the match

Arjun Tendulkar, MI vs SRH: Sachin Tendulkarના દીકરા Arjun Tendulkarના આકરા તેવર! બીજી જ મેચમાં કરેલી હરકત કેમેરામાં થઈ કેદ – mi vs srh arjun tendulkar gets angry on cameraman during the match


હૈદરાબાદઃ અર્જુન તેંડુલકર (Arjun Tendulkar), જે પૂર્વ ભારતીય ખેલાડી સચિન તેંડુલકરનો દીકરો છે, તે આમ તો 2021થી ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સનો (Mumbai Indians) ભાગ છે. જો કે, તેણે ડેબ્યૂ કરવા માટે ઘણી લાંબી રાહ જોવી પડી અને આખરે રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. મંગળવારે તે સનરાઈઝર્સ હૈદરાબાદ (MI vs SRH) તરફથી પોતાની બીજી મેચ રમ્યો હતો, જેમાં તેનું પર્ફોર્મન્સ શાનદાર રહ્યું હતું, તેણે ભુવનેશ્વર કુમારની જગ્યા લેતા આઈપીએલ 2023માં પહેલી વિકેટ લીધી હતી અને મુંબઈને અંતિમ ઓવરમાં 14 રનથી જીતાડ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તે અપશબ્દ બોલ્યો હોવાનું યૂઝર્સનું કહેવું છે.

IPL: અર્જુન તેંડુલકરે અંતિમ ઓવરમાં મુંબઈને રોમાંચક જીત અપાવી, હૈદરાબાદનો પરાજય

વાયરલ થયો અર્જુન તેંડુલકરનો વીડિયો
હૈદરાબાદ સામે ગજબનું પ્રદર્શન કરનારા અર્જુન તેંડુલકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો SRH અને MIની મેચનો છે. મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ દરમિયાન જ્યારે કેમેરા ડગઆઉટમાં બેઠેલા અર્જુન તરફ ફોકસ કરવામાં આવ્યો ત્યારે હાવભાવ પરથી તે ગુસ્સે થઈ ગયો હોવાનું લાગતું હતું. તે તેના સાથી ખેલાડી તિલક વર્માને કંઈક કહેવા લાગ્યા હતા. તેવામાં હવે સોશિયલ મીડિયા પર યૂઝર્સ અર્જુનના લિંપ સિંકને જોઈને તેવી અટકળો લગાવી રહ્યા છે કે તેણે કેમેરામેનને ગાળ આપી હતી.

14 રનથી મેચ જીત્યું મુંબઈ ઈન્ડિયન્સ
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા માટે ઉતરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 192 રન બનાવ્યા હતા. મુંબઈને આ સ્કોર સુધી પહોંચવામાં કેમરન ગ્રીન (64), ઈશાન કિશન (38) અને તિલક વર્માએ (37) મહત્વની ભૂમિકા ભજવી હતી. 192 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલું હૈદરાબાદ 20 ઓવર પણ પૂરી કરી શક્યું નહોતું અને 178 પર ઓલઆઉટ થયું હતું. તેવામાં મુંબઈએ 14 રનથી મેચ પોતાના નામે કરી હતી. રોહિત સેનાની આ સતત ત્રીજી જીત હતી.

IPL: CSK સામેની મેચમાં વિરાટ કોહલીએ કર્યો કોડ ઑફ કન્ડક્ટનો ભંગ, ભરવો પડશે દંડ

રોહિત શર્માએ કર્યા અર્જુનના વખાણ
મેચ ખતમ થયા બાદ રોહિત શર્માએ 23 વર્ષના મીડિયમ પેસર અર્જુનના વખાણ કરતાં કહ્યું હતું કે ‘અર્જુન સાથે રમવું ઘણું રોમાંચક છે. જીવન આવું જ છે. મેં અર્જુનના પિતા સચિન તેંડુલકર સાથે ભારતીય અને મુંબઈ ઈન્ડિયન્સનો ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. હવે અર્જુન સાથે રમી રહ્યો છું. મેં તેને મોટો થતાં જોયો છે. તે ત્રણ વર્ષથી ટીમનો ભાગ છે. તે જાણે છે કે તે શું કરવા માગે છે. તે પોતાની યોજનાઓને લઈને સ્પષ્ટ છે. તે નવા બોલને સ્વિંગ કરવા અને ડેથ ઓવર્સમાં યોર્કર નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે’

પિતા સાથે રણનીતિ વિશે ચર્ચા કરે છે અર્જુન
2.5 ઓવરમાં 1/18ના આંકડા સાથે પોતાનો સ્પેલ ખતમ કરનારા અર્જુન તેંડુલકરે મેચ બાદ કહ્યું હતું કે, તેનું ફોકસ માત્ર લેન્થ પર બોલિંગ કરવાનું હતું. ‘જાહેર છે કે, યોગ્ય જગ્યાએ બોલિંદ કરવાની હતી, બેટ્સમેનને હિટ કરવાનો હતો. મને ખુશી છે કે કેપ્ટન જ્યારે બોલિંગ કરવા માટે કહે છે તો હું ટીમની યોજના પર ટકી રહી છું અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપું છું’, તેમ તેણે ઉમેર્યું હતું. શું તે પિતા સાથે ક્રિકેટ વિશે વાત કરે છે તેમ પૂછતાં તેણે કહ્યું હતું કે ‘હા, અમે ચર્ચા કરીએ છીએ. અમે ગેમ પહેલા રણનીતિ વિશે ચર્ચા કરીએ છીએ’.

Read latestCricket NewsandGujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *