arjun tendulkar ipl debut, જ્યારે યુવરાજ સિંહના પિતા યોગરાજે અર્જુન તેંડુલકરને આપી હતી 'ચેતવણી' - arjun tendulkar will become one of the best cricketers in the world says yograj singh

arjun tendulkar ipl debut, જ્યારે યુવરાજ સિંહના પિતા યોગરાજે અર્જુન તેંડુલકરને આપી હતી ‘ચેતવણી’ – arjun tendulkar will become one of the best cricketers in the world says yograj singh


મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચ દ્વારા આઈપીએલમાં ડેબ્યુ કર્યું છે. અર્જુન તેંડુલકરે મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની પ્રથમ આઈપીએલ મેચમાં બે ઓવર કરી હતી જેમાં તેણે 17 રન આપ્યા હતા. અર્જુન તેંડુલકરે ભારતના સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ સાથે ટ્રેનિંગ લીધી હતી. યોગરાજે અર્જુનને સચિન તેંડુલકરના પુત્ર તરીકે નહીં પરંતુ ક્રિકેટનું કોચિંગ લેવા આવેલા એક સામાન્ય યુવાન તરીકે જ અર્જુનને ટ્રેનિંગ આપી હતી. સચિન તેંડુલકરે ફોન કરીને યોગરાજને અર્જુનને ટ્રેનિંગ આપવાનું કહ્યું હતું.

સચિને બાદમાં પોતાના પુત્ર અર્જુનને ટ્રેનિંગ માટે યોગરાજ સિંહ પાસે મોકલ્યો હતો. પ્રથમ દિવસે યોગરાજે અર્જુનને ફક્ત એક જ વાત કહીને દિવસની ટ્રેનિંગ પૂરી કરી હતી. યોગરાજે અર્જુનને કહ્યું હતું કે, તું ભૂલી જજે કે તું લિજેન્ડ સચિન તેંડુલકરનો પુત્ર છે. તારે તારી પોતાની ઓળખ છે. કાલથી આવી જજે અને ટ્રેનિંગ શરૂ કરી દેજે. હું તને 15 દિવસ સુધી ટ્રેનિંગ આપીશ.

બીજા દિવસે અર્જુન પોતાની કિટ લઈને સ્ટેડિયમ પહોંચ્યો હતો જ્યાં યોગરાજ તેની રાહ જોઈ રહ્યા હતા. યોગરાજે અમારા સહયોગી ટાઈમ્સઓફઈન્ડિયા.કોમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જ્યારે અર્જુન આવ્યો ત્યારે મેં તેને સ્ટેડિયમના 10 રાઉન્ડ લગાવવાનું કહ્યું હતું. તે સારું દોડી રહ્યો હતો. ત્યારબાદ મેં તેને નેટમાં બોલિંગ કરવાનું કહ્યું હતું. તેની સમસ્યા એ હતી કે તે જ્યારે બોલિંગ કરતો હતો ત્યારે તેનો ડાબો હાથ તેના કાનની વધારે નજીક રહેતો હતો. પહેલા તો મેં તેમાં સુધારો કરાવ્યો. તે ઝડપથી શીખે છે. તેણે આ બાબત ઝડપથી શીખી લીધી હતી. તે સારી બોલિંગ કરી રહ્યો હતો.

બોલિંગ બાદ યોગરાજે અર્જુન પાસે બેટિંગ પ્રેક્ટિસ કરાવી હતી. યોગરાજે અર્જુન સામે બોલિંગ કરવા માટે કેટલાક બોલર્સને પસંદ કર્યા હતા. 23 વર્ષીય અર્જુનની બેટિંગ પણ સારી હતી. તેણે કેટલીક સિક્સર્સ પણ ફટકારી હતી. યોગરાજ તેનાથી પ્રભાવિત થયા હતા પરંતુ તેની પ્રશંસા કરી ન હતી. તેમણે તેને કહ્યું હતું કે તારે તારા પિતાના પડછાયામાંથી બહાર આવવાની જરૂર છે. આખરી મહેનત કરતો રહેજે, તું વિશ્વનો શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડર બનીશ.

અર્જુન તેંડુલકર રણજી ટ્રોફીમાં ગોવા માટે રમી રહ્યો છે. અગાઉ તે મુંબઈ ટીમમાં હતો પરંતુ તેને રમવાની તક મળી ન હતી. યોગરાજે જણાવ્યું હતું કે, અર્જુન ઘણો પ્રતિભાશાળી છે. તેણે મુંબઈ ટીમ છોડી દીધી છે જે મુંબઈ માટે મોટું નુકસાન છે. તેમને આ વાત ઝડપથી સમજાઈ જશે. તેઓ તેની ક્ષમતાને ઓળખવામાં નિષ્ફળ રહ્યા છે. મેં યુવરાજ અને સચિનની વિનંતીના કારણે યુવરાજને ટ્રેનિંગ આપી હતી. હું સચિનને ના કહેવા ઈચ્છતો ન હતો. તે પોતાના પુત્રને લઈને ચિંતિત હતો. સચિનને ખ્યાલ છે કે તેનો પુત્ર પ્રતિભાશાળી છે. મેં પ્રત્યેક બોલર્સને કહી દીધું હતું કે તમે અર્જુનને સચિન તેંડુલકરના પુત્ર તરીકે ન જોશો. તમે તેની સામે અત્યંત ઝડપી અને શ્રેષ્ઠ સ્પિન બોલિંગ કરજો. અર્જુને તમામ બોલર્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

અર્જુનને જોઈને આવી ગઈ હતી યુવરાજ સિંહની યાદ
યોગરાજે જણાવ્યું હતું કે અર્જુન તેંડુલકરની બેટિંગ જોઈને તેને પોતાના પુત્ર યુવરાજ સિંહની યાદ આવી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે, અર્જુને મને યુવરાજની યાદ અપાવી દીધી હતી. અર્જુન એક બોલર કરતાં વધારે સારો બેટર છે. તે વિસ્ફોટક બેટર છે. યુવરાજ પણ આવા જ પ્રકારની બેટિંગ કરતો હતો. ધીમે ધીમે અર્જુન સાથે મારા સંબંધો દાદા અને પૌત્ર જેવા બની ગયા હતા. હું ખરેખર ખુશ છું કે હું અર્જુન માટે કંઈક કરી શક્યો. અર્જુન વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટર બનશે. અર્જુન પણ યુવરાજની જેમ નીડર બનશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *