arjun tendulkar, યોગરાજે જણાવી અર્જુન તેંડુલકર સાથે બનેલી એક ઘટના, કેવી રીતે પિતા સચિનની યાદ અપાવી હતી - when injured arjuns two word reply convinced yograj singh he was mirror image of sachin tendulkar

arjun tendulkar, યોગરાજે જણાવી અર્જુન તેંડુલકર સાથે બનેલી એક ઘટના, કેવી રીતે પિતા સચિનની યાદ અપાવી હતી – when injured arjuns two word reply convinced yograj singh he was mirror image of sachin tendulkar


મહાન બેટર સચિન તેંડુલકરે 1989માં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ફક્ત 16 વર્ષની ઉંમરે સચિને પાકિસ્તાનના ખૂંખાર બોલર્સનો સામનો કર્યો હતો. સિયાલકોટમાં વકાર યુનુસના એક બાઉન્સર પર સચિનના નાક પર ઈજા થઈ હતી. જોકે, આવી પરિસ્થિતિમાં પણ સચિને મેદાન છોડવાના બદલે લડત આપવાનું પસંદ કર્યું હતું. તેણે કહ્યું હતું કે હું રમીશ. કંઈક આવી જ વાત તેના પુત્ર અર્જુન તેંડુલકર સાથે બની છે.

સચિન તેંડુલકર સાથે બનેલી ઘટના અને તેણે આપેલી લડતે યુવાન ખેલાડીઓને પ્રેરણા આપે છે. તે નિડર હતો. પાકિસ્તાનના ઝડપી બોલર્સનો મક્કમતાથી સામનો કર્યો હતો. બીજી તરફ યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે અર્જુન તેંડુલકર સાથે બનેલી આવી જ એક ઘટનાનો ખુલાસો કર્યો છે. વર્તમાન રણજી ટ્રોફી સિઝન પહેલા અર્જુન તેંડુલકરે ભારતના દિગ્ગજ ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ પાસે ટ્રેનિંગ લીધી હતી. ત્યારે પણ કંઈક એવું થયું હતું અને 64 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટરે તેને ગળે લગાવી દીધો હતો.

અર્જુન તેંડુલકરના મોઢા પર વાગ્યો હતો બોલ, તો પણ તેણે કહ્યું હું રમીશ
યોગરાજ સિંહે જણાવ્યું હતું કે અર્જુન તેંડુલકર ફિલ્ડિંગ કરી રહ્યો હતો અને એક છોકરાનો સીધો થ્રો તેની દાઢી પર વાગ્યો હતો. જેના કારણે તેને લોહી નીકળ્યું હતું. મેં તેના ચહેરાને જોયો અને કહ્યું કે જા તેના પર બરફ લગાવી દે અને કાલે આવજે. તેણે બરફ લગાવ્યો અને કહ્યું કે હું રમીશ. તેણે મને સચિનની યાદ અપાવી દીધી હતી. સચિનને વકારનો બાઉન્સર વાગ્યો હતો. મેં અર્જુનને ગળે લગાડ્યો હતો અને કહ્યું કે ચલો ડોક્ટર પાસે જઈએ. તેના ચહેરા પર સોજો આવી ગયો હતો. જોકે, તે બીજા દિવસે ટ્રેનિંગમાં આવ્યો હતો. મને તેનો દ્રઢ સંકલ્પ પસંદ આવ્યો હતો.

યોગરાજ સિંહ અર્જુન તેંડુલકરને કહી હતી એક વાત
તેમણે કોચિંગના 15 દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે મેં અર્જુનને કહ્યું હતું કે દુનિયાથી અલગ ચાલવું પડે છે. ત્યારે જ આગળ વધી શકાય છે અને ત્યારે જ બધા યાદ રાખે છે. અર્જુને મને યુવરાજની યાદ અપાવી હતી. અર્જુન બોલર કરતા વધારે શ્રેષ્ઠ બેટર છે. તે એક વિસ્ફોટક બેટર છે. યુવરાજ સિંહ પણ આવી જ રીતે બેટિંગ કરતો હતો. સમયની સાથે સાથે અમારી વચ્ચેનો સંબંધ દાદા અને પૌત્ર જેવો બની ગયો. હું ખુશ છું કે હું આવું કરવામાં સફળ રહ્યો.

રણજી ટ્રોફીમાં ધમાકેદાર ડેબ્યુ
અર્જુન તેંડુલકરે વર્તમાન સિઝનમાં ગોવા માટે ડેબ્યુ કર્યું હતું. તેણે રાજસ્થાન વિરુદ્ધ પોતાની પ્રથમ રણણી મેચમાં સદી ફટકારી હતી. આ ઉપરાંત તેણે ત્રણ વિકેટ પણ ઝડપી હતી. તેના પિતા સચિન તેંડુલકરે પણ 1988માં રણજી ટ્રોફીમાં પદાર્પણ કરતાં સદી ફટકારી હતી. સચિન તેંડુલકર રણજી ટ્રોફીમાં મુંબઈ ટીમ માટે રમતો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *