Anushka sharma sad after virat kohli got out, વિરાટ કોહલી OUT થતા અનુષ્કા ઉદાસ થઈ ગઈ, એવું રિએક્શન આપ્યું કે થઈ ચર્ચાઓ - anushka got sad after virat kohli was out

Anushka sharma sad after virat kohli got out, વિરાટ કોહલી OUT થતા અનુષ્કા ઉદાસ થઈ ગઈ, એવું રિએક્શન આપ્યું કે થઈ ચર્ચાઓ – anushka got sad after virat kohli was out


ઓવલઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલી કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની મેચમાં પહેલી ઈનિંગ દરમિયાન ઈન્ડિયન ટીમને હાઈસ્કોર પાર પાડવાનો હતો. તેવામાં વિરાટ કોહલી પાસેથી દર્શકોને ખાસ અપેક્ષા હતી. પરંતુ તે માત્ર 14 રન કરી પેવેલિયન ભેગો થઈ જતા બધા ચોંકી ગયા હતા. વિરાટ કોહલી આઉટ થતા જ આખા સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ જોવા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા પણ પહોંચી હતી. તેવામાં વિરાટ આઉટ થઈ જતા અનુષ્કાનું મોઢુ ઉતરી ગયું હતું, તેના ફેસ પર હતાશા છવાઈ ગઈ અને ઉદાસ થઈ ગઈ હતી.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

વિરાટને ચિયર કરતા કરતા અનુષ્કા નિરાશ
વિરાટ કોહલી જ્યારે આ મંચ પર બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ત્યારે ફેન્સ ખુશ થઈ ગયા હતા. એટલું જ નહીં આની સાથે અનુષ્કા શર્મા પણ પતિને ચિયર કરતી જોવા મળી હતી. તે પહેલા બોલથી જ વિરાટ કોહલીનો ઉત્સાહ વધારી રહી હતી. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી.

પહેલી ઈનિંગમાં ભારતનો ધબડકો
ઈન્ડિયન ટીમને પહેલી ઈનિંગમાં 19મી ઓવરમાં મોટો ફટકો પડ્યો હતો. ટીમે 71 રનમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી મિચેલ સ્ટાર્કના આઉટસાઈડ ઓફ સ્ટમ્પ બોસ પર કોહલી ડિફેન્ડ કરવા ગયો પરંતુ બેટની આઉટસાઈડ એડ્જ લઈ બોલ સ્લિપમાં જતો રહ્યો હતો. આ દરમિયાન સ્ટીવ સ્મીથે સેકન્ડ સ્લિપ પર શાનદાર કેચ પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ આ દરમિયાન 31 બોલમાં 14 રન કર્યા હતા. તેણે 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. જોકે વિરાટ આઉટ થઈ જતા અનુષ્કા શર્મા ઉદાસ થઈ ગઈ હતી. વિરાટ કોહલી પણ જાણે સ્ટેન્ડ્સ તરફ જોઈ હતાશ થઈ ગયો અને પેવેલિયન ભેગો થતો નજરે પડ્યો હતો.

ભારતે 5 વિકેટ ગુમાવી દીધી
ઈન્ડિયન ટીમે શાનદાર શરૂઆત કરી હતી. જોકે પહેલી વિકેટ 30 રનના સ્કોર પર પડી જતા ભારતનો ધબડકો થઈ ગયો હતો. જોતજોતામાં ભારતે 71 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી. અત્યારે 38 ઓવરમાં ભારતે 5 વિકેટના નુકસાને 151 રન કર્યા છે. તેવામાં આજે ભારતીય બેટ્સમેન માટે કરો અથવા મરો સમાન સ્થિતિ રહેશે. અત્યારે કે.એસ.ભરત અને અજિંક્ય રહાણે બેટિંગ કરી રહ્યા છે. આના પછી શાર્દૂલ ઠાકુર પાસેથી જ મોટી ઈનિંગની અપેક્ષા રહેશે. તેવામાં જો ભારતે પહેલા 2 સેશન આજના દિવસના પોતાને નામ ન કર્યા તો મોટો ફટકો પડી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *