ટીમમાં સિનિયર હોવાથી ધોનીને ચીડાવતો હતો યુવરાજ, બાદમાં આ વાતથી બંને વચ્ચે થઈ મિત્રતા
2013માં ફિક્સિંગ કાંડમાં આવ્યું અંકિતનું નામ
અંકિત રાજસ્થાન રોયલ્સ માટે રમતો હતો. અંકિતની સાથે 2013માં શ્રીસંત અને અજીત ચંદીલા પણ ફિક્સિંગ કાંડમાં ફસાયા હતા. આ ફિક્સિંગ કાંડના ઠીક પહેલા અંકિત ચવ્હાણ માટે બધું ઠીક ચાલી રહ્યું હતું. ગર્લફ્રેન્ડ નેહા સાથે તેના લગ્ન નક્કી થઈ ગયા હતા. 2013ની આઈપીએલની ફાઈનલ 26 મેના રોજ રમવાની હતી, જે બાદ તે 2 જૂને સાત ફેરા લેવાનો હતો. લગ્ન માટે કંકોત્રી છપાઈ ગઈ હતી અને લોકોને આમંત્રણ પણ આપી દેવાયું હતું. અંકિતના મિત્રો પણ તેના લગ્ન માટે ઉત્સાહિત હતા પરંતુ તે ઘોડીએ ચડે તે પહેલા જ તેણે જેલની હવા ખાવી પડી હતી.
લગ્ન પહેલા જ ખાવી પડી જેલની હવા
એક જ ઝટકામાં અંકિત માટે આખી દુનિયા બદલાઈ ગઈ હતી. સ્પોટ ફિક્સિંગ કાંડમાં નામ આવ્યા બાદ તેનું કરિયર તો બર્બાદ જ થયું અને લગ્ન પણ ખતરામાં મૂકાયા. એન્ટિ કરપ્શન યુનિટે તેને દિલ્હીની તિહાડ જેલમાં બંધ કરી દીધો હતો. તેવામાં એક તરફ અંકિતને ફિક્સિંગ કેસની ચિંતા હતી તો બીજી તરફ લગ્ન તૂટવાનો ડર સતાવી રહ્યો હતો. લગ્નની તૈયારીઓમાં બંનેનો પરિવાર ઘણા પૈસાનો ધૂમાડો કરી ચૂક્યો હતો. બાદમાં પરિવારે તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું અને કોર્ટમાં જામીન અરજી આપી હતી.
હાર્દિક પંડ્યા પાસેથી છીનવી લેવાશે ગુજરાત ટાઈટન્સનું સુકાની પદ? શુભમન ગિલ મળશે તક!
કોર્ટે ફગાવી હતી જામીન અરજી
પહેલી સુનાવણીમાં અંકિત તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, તેના લગ્ન 2 મેના રોજ છે. જો લગ્ન ન થયા તો ફિનાયન્સી તેમજ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચશે પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્માએ કહ્યું હતું કે, આ આરોપમાં સામાજિક ભાવનાઓ માટે કોઈ જગ્યા નથી. તેવામાં જામીન આપી શકાય નહીં.
પોલીસની હાજરીમાં થયા લગ્ન
અંકિતે આશા છોડી નહોતી અને તેના વકીલે જામીન માટે ફરીથી અરજી કરી હતી. લગ્નની કંકોત્રી અને અન્ય ડોક્યુમેન્ટ્સની સાથે અંકિતની ફિયાન્સીના ભાઈએ પણ એક એફિડેવિટ રજૂ કર્યું હતું અને જણાવ્યું હતું કે, લગ્ન માટે બુકિંગ અને તમામ તૈયારીઓ થઈ ગઈ છે. તેવામાં કોર્ટે કેટલીક શરતો સાથે જામીન આપ્યા હતા, જેમાં તે ક્રિકેટ સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરી શકશે નહીં તેમજ તેમજ તેના લગ્ન પર નજર રાખવામાં આવશે તેમ કહ્યું હતું. લગ્નના બે દિવસ પહેલા તેને જેલમાંથી મુક્ત કરાયો હતો.
લગ્નમાં કોઈ પણ સાથી ખેલાડીએ ન આપી હાજરી
ફિક્સિંગ કાંડમાં ફેમસ થવાના કારણે અંકિત ચવ્હાણ ફેમસ થઈ ગયો હતો. તેણે પોતાના લગ્નમાં મોટા-મોટા ક્રિકેટરો અને બોલિવુડના સેલેબ્સને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ કાંડ બાદ કોઈ પણ તેના લગ્નમાં સામેલ થયું નહોતું. પોલીસની હાજરીમાં તેણે લગ્ન કર્યા હતા. અંકિત પર લાગેલા આરોપોને લઈને લાંબી કાયદાકીય લડાઈ ચાલી હતી. બાદમાં 26 જુલાઈ 2015ના રોજ અંકિતની સાથે બાકી બે ખેલાડીઓ પરથી દિલ્હીની કોર્ટે તમામ આરોપો હટાવી દીધા હતા.
Read latest Cricket News and Gujarati News