અંબાતી રાયડુ 2018થી ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ છે. ચેન્નઈ સુપર કિંગ્સ સાથે તેણે ફ્રેન્ચાઈઝી સાથે બે ટાઈટલ જીત્યા છે. તેણે 2010માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. રાયડુએ 2013માં ટુર્નામેન્ટમાં પ્રથમ સફળતાનો સ્વાદ ચાખ્યો જ્યારે તેણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટાઈટલ જીત્યું હતું. આ ફ્રેન્ચાઇઝીનું પણ પ્રથમ ટાઈટલ હતું. આ બેટ્સમેને સિઝનની તમામ મેચો રમી હતી. ત્યારપછી ચેન્નઈ સુપર કિંગ્સમાં જતાં પહેલા તેણે 2015 અને 2017માં વધુ બે ટાઈટલ જીત્યા હતા.
તે 2021માં ચેન્નઈની વિજેતા ટીમનો પણ ભાગ હતો. રાયડુનો આ સિઝનમાં 16 મેચમાં 151.17નો સ્ટ્રાઈક રેટ હતો. રાયડુ અને ચેન્નઈ બંને માટે ગત સિઝન સારી રહી ન હતી. ચેન્નઈ સુપર કિંગ્સ ટેબલમાં 9મા સ્થાને રહી હતી. ભારતના દિગ્ગજ બેટ્સમેને પણ સીઝનની મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે, રાયડુએ નિવેદન પાછું ખેંચી લીધું હતું અને પુનરાગમન કર્યું હતું.
2023માં પણ અંબાતી રાયડુનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. પરંતુ એમએસ ધોનીએ તેના પર વિશ્વાસ રાખ્યો અને તેને 15 મેચમાં તક આપી હતી. તેણે સિઝનમાં 132.28ના સ્ટ્રાઈક રેટથી 139 રન નોંધાવ્યા છે. અંબાતી રાયડુ ટુર્નામેન્ટના ઈતિહાસમાં 200 કે તેથી વધુ મેચ રમનારા કેટલાક ખેલાડીઓમાંનો એક છે. આઈપીએલમાં 4239 રન સાથે અંબાતી રાયડુ હાલમાં લીગમાં સૌથી વધુ રન નોંધાવનારા બેટ્સમેનોમાં 12મા ક્રમે છે.