alvira mir, શું કમાએ ખરેખર કરી લીધા લગ્ન? લોકગાયિકા અલવિરા મીરે જણાવી વાયરલ વીડિયોની હકીકત - alvira mir slams social media user who spread rumours about getting married to kamo

alvira mir, શું કમાએ ખરેખર કરી લીધા લગ્ન? લોકગાયિકા અલવિરા મીરે જણાવી વાયરલ વીડિયોની હકીકત – alvira mir slams social media user who spread rumours about getting married to kamo


કોઈ પણ સેલિબ્રિટીને બદનાન કરવા અથવા તેના વિશે અફવા ફેલાવવા માટે સોશિયલ મીડિયા યૂઝર્સ કોઈ પણ હદ સુધી જતાં હોય છે. હાલમાં આવું જ કંઈક ગુજરાતની પ્રખ્યાત અલવિરા મીર (Alvira Mir) સાથે થયું હતું. વાત એમ છે કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં યોજાયેલી એક ઈવેન્ટના ઓપનિંગમાં તેણે હાજરી આપી હતી, આ સમયે તેની સાથે કમો પણ હતો. આ દરમિયાન તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયો ઈન્ટરનેટ પર ફરતો થતાં કોઈ શખ્સે તેને YouTube પર અપલોડ કર્યો હતો અને કમાના લગ્ન થઈ ગયા હોવાની અફવા ફેલાવી હતી. આ વાતની જાણ અલવિરા મીરને થતાં તેણે હાલમાં ફેસબુક પર ચોખવટ કરતો વીડિયો શેર કર્યો હતો અને આ હરકત સામે કાર્યવાહી કરવાનું પણ કહ્યું હતું.

આખરે મતભેદો ભૂલ્યા સમંતા અને નાગા ચૈતન્ય! ડિવોર્સના એક વર્ષ બાદ થશે પુનઃ મિલન!

અલવિરા મીરે કરી સ્પષ્ટતા

વીડિયોમાં અલવિરા મીરે કહ્યું હતું કે ‘હું અહીંયા તમને એ કહેવા આવી છું કે, થોડા દિવસ પહેલા અમદાવાદમાં મારો એક શો હતો, જેમાં ઓપનિંગમાં હું અને કમાભાઈ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા. જ્યાં અમારા બંનેનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તો એવા ફોટોને અમુક વિકૃત માણસો, જે આપણી સફળતા જોઈ શકતા નથી અને આપણને બદનામ કરવા માગે છે તેણે YouTube પર એવો લોગો નાખીને શેર કર્યો હતો કે ‘જુઓ કમાભાઈના લગ્ન થઈ ગયા’. માણસ સસ્તા વ્યૂ માટે કેટલી હદે જઈ શકે છે તે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ ખરેખર એક હદપાર કહેવાય. તો આપને મારી નમ્ર વિનંતી છે કે જો તમે આ વીડિયો જુઓ તો આગળ શેર નહીં કરતાં. દિલથી નમ્ર વિનંતી. એના આઈડીને રિપોર્ટ કરજો અને તેમના વિરુદ્ધ હું કાયદેસર કાર્યવાહી કરવાની છું. કોઈએ પણ આ ખોટી વાતમાં ભાગ લેવો નહીં તેવી મારી વિનંતી છે. આભાર’.

આલિયા ભટ્ટ તેની નવજાત દીકરીનો ચહેરો બહેનપણીઓને પણ નહીં બતાવે! ખાસ છે કારણ

કોણ છે કમો?
કમાની વાત કરીએ તો, કીર્તિદાન ગઢવીના લોકડાયરામાં હાજરી આપ્યા બાદ તે પોપ્યુલર થઈ ગઈ. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, કમો મૂળ કોઠારીયા ગામનો રહેવાસી છે. તેના પિતાનું નામ નરોત્તમભાઈ છે. તેમના ત્રણ દીકરા છે અને કમો તેમાં સૌથી નાનો છે. કમો જન્મજાત દિવ્યાંગ હોવા છતાં તેના માતાપિતાએ તેનો ઉછેર સામાન્ય બાળકની જેમ જ કર્યો છે. બાળપણથી જ કમો ખૂબ ધાર્મિક અને સેવાભાવી છે. તેને ભજનનો શોખ હોવાથી ગામમાં જ્યારે પણ કોઈ કોઈપણ કાર્યક્રમ હોય ત્યાં તે ચોક્કસથી હાજરી પૂરાવે છે.

Read Latest Entertainment News And Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *