આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ડેનિયલે કહ્યું હતું કે તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનું સમર્થન કરે છે. ત્યારે ડી વિલિયર્સ સ્તબ્ધ થઈ ગયો હતો. ક્વિક ફાયર રાઉન્ડમાં બંનેને પૂછવામાં આવ્યું હતું કે તમારા ફેવરિટ આર્ટિસ્ટ કોણ છે ત્યારે તેમણે કોલ્ડપ્લેનું નામ જણાવ્યું હતું. જ્યારે પસંદગીની વાનગી અંગે પૂછતાં તેમણે સુશી જણાવ્યું હતું.
ત્યારબાદ આઈપીએલ-2023માં તેઓ કઈ ટીમને સમર્થન કરી રહ્યા છે તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ પ્રશ્નના જવાબમાં એબી ડી વિલિયર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું નામ લીધું હતું. પરંતુ ડેનિયલ ડી વિલિયર્સે કોલકાતા નાઈટ રાઈડર્સ કહ્યું હતું. તે શાહરૂખ ખાનની ટીમ છે. શાહરૂખ ખાન શુદ્ધ પ્રેમ જેવો છે. પત્નીનો આ જવાબ સાંભળીને એબી ડી વિલિયર્સ સ્તબ્ધ થઈ ગયો હતો અને તેને પૂછ્યું હતુંઃ ‘તું મજાક કરી રહી છે?’
એબી ડી વિલિયર્સ બેંગલોર ટીમ માટે રમતો હતો ત્યારે ટીમમાં ભારતનો સ્ટાર વિરાટ કોહલી, વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટર ક્રિસ ગેઈલ અને ઓસ્ટ્રેલિયન ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓ હતા. તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. જોકે, તે ઘણા લાંબા સમયથી ટુર્નામેન્ટની સૌથી એન્ટરટેઈનિંગ ટીમ રહી છે.