ab de villiers, પત્નીએ કર્યા શાહરૂખ ખાનના વખાણ, સ્તબ્ધ થઈ ગયો એબી ડી વિલિયર્સ! - shahruk khan is pure love ab de villiers stunned as wife danielle says she supports kkr in ipl 2023

ab de villiers, પત્નીએ કર્યા શાહરૂખ ખાનના વખાણ, સ્તબ્ધ થઈ ગયો એબી ડી વિલિયર્સ! – shahruk khan is pure love ab de villiers stunned as wife danielle says she supports kkr in ipl 2023


આઈપીએલ-2023માં ગુરૂવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે. બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનની માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે બે વખત આઈપીએલ ટાઈટલ જીત્યું છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલોર હજી સુધી એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી. એબી ડી વિલિયર્સ જ્યારે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી રહ્યો હતો ત્યારે તે સ્ટાર પરફોર્મર રહ્યો હતો. હાલમાં જ તેને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. કોલકાતા સામે બેંગલોરના મુકાબલા પહેલા એબી ડી વિલિયર્સ અને તેની પત્ની ડેનિયલ ડી વિલિયર્સે ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટર્સના ક્વિક ફાયર રાઉન્ડમાં ભાગ લીધો હતો.

આ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ડેનિયલે કહ્યું હતું કે તે કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનું સમર્થન કરે છે. ત્યારે ડી વિલિયર્સ સ્તબ્ધ થઈ ગયો હતો. ક્વિક ફાયર રાઉન્ડમાં બંનેને પૂછવામાં આવ્યું હતું કે તમારા ફેવરિટ આર્ટિસ્ટ કોણ છે ત્યારે તેમણે કોલ્ડપ્લેનું નામ જણાવ્યું હતું. જ્યારે પસંદગીની વાનગી અંગે પૂછતાં તેમણે સુશી જણાવ્યું હતું.

ત્યારબાદ આઈપીએલ-2023માં તેઓ કઈ ટીમને સમર્થન કરી રહ્યા છે તે અંગે પૂછવામાં આવ્યું હતું. આ પ્રશ્નના જવાબમાં એબી ડી વિલિયર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું નામ લીધું હતું. પરંતુ ડેનિયલ ડી વિલિયર્સે કોલકાતા નાઈટ રાઈડર્સ કહ્યું હતું. તે શાહરૂખ ખાનની ટીમ છે. શાહરૂખ ખાન શુદ્ધ પ્રેમ જેવો છે. પત્નીનો આ જવાબ સાંભળીને એબી ડી વિલિયર્સ સ્તબ્ધ થઈ ગયો હતો અને તેને પૂછ્યું હતુંઃ ‘તું મજાક કરી રહી છે?’

એબી ડી વિલિયર્સ બેંગલોર ટીમ માટે રમતો હતો ત્યારે ટીમમાં ભારતનો સ્ટાર વિરાટ કોહલી, વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટર ક્રિસ ગેઈલ અને ઓસ્ટ્રેલિયન ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલ જેવા ખેલાડીઓ હતા. તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. જોકે, તે ઘણા લાંબા સમયથી ટુર્નામેન્ટની સૌથી એન્ટરટેઈનિંગ ટીમ રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *