Aarohi Patel અને Malhar Thakarની Aum Mangalam Singlemનું ટીઝર રિલીઝ

Aarohi Patel અને Malhar Thakarની Aum Mangalam Singlemનું ટીઝર રિલીઝ


અમદાવાદઃ વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવની ભવાઈ’માં આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકરની (Malhar Thakar) જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આરોહી અને મલ્હાર ફરી એકવાર જોડી જમાવવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું (Aum Mangalam Singlem) મજેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે, જ્યારે ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટલે કર્યું છે જ્યારે સોન્ગ સચિન-જીગરે આપ્યું છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદમાં જ કરવામાં આવ્યું છે. એક દિવસ પહેલા જ આરોહી પટેલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે, તેમાં તે યલ્લો ટીશર્ટ અને ડેનિમમાં જોવા મળી રહી છે તેણે તેના વાળને હલકા કર્લ્સ કર્યા છે. તો મલ્હારને વાદળી ટીશર્ટ અને ડેનિમમાં જોઈ શકાય છે. આ સાથે લખ્યું છે ’18 નવેમ્બર, 2022ના રોજ અમે સાથે આવી રહ્યા છીએ’.

એક્સ-GF આલિયા પાસેથી સિદ્ધાર્થ શીખ્યો બોધપાઠ, પાછી મેળવવા માગે છે ગિફ્ટમાં આપેલી આ વસ્તુ

ફરી જોડી જમાવશે આરોહી પટેલ અને મલ્હાર ઠાકર


‘ઓમ મંગલમ્ સિંગલમ્’માં આરોહી પટેલ અને મલ્હાર ઠાકરનો ફર્સ્ટ લૂક જોઈને ફેન્સ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે. હજી ફિલ્મનું ટ્રેલર પણ નથી આવ્યું ત્યાં એક ફેને તેને ‘બ્લોક બસ્ટર’ ગણાવી છે. મલ્હારની સરખામણી અક્ષય કુમાર સાથે કરતાં એક ફેને લખ્યું છે ‘તમે અક્ષય કુમારનો રેકોર્ડ તોડશો તેમ લાગે છે. એક વર્ષમાં કેટલી બધી ફિલ્મ કરી’. આ સિવાય એક ફેને ફિલ્મને હૈદરાબાદમાં રિલીઝ કરવાની માગ કરી છે. એકે બંનેની જોડીના વખાણ કરતાં લખ્યું છે ‘મલ્હારભાઈની ફિલ્મ આવી રહી છે અને તે પણ આરોહી સાથે તો તો મજા આવશે’. આ સિવાય કેટલાકે બંનેને ફિલ્મ માટે શુભેચ્છા પણ પાઠવી છે.

નતાશા સ્ટેનકોવિકે ઘરે સેલિબ્રેટ કર્યો પતિ હાર્દિક પંડ્યાનો બર્થ ડે, દીકરા અગસ્ત્યએ કટ કરી કેક

મલ્હાર ઠાકર અને આરોહી પટેલની પ્રોફેશનલ લાઈફ
વર્ક ફ્રંટની વાત કરીએ તો, મલ્હાર ઠાકરને હાલમાં જ ફિલ્મ ‘મજા મા’માં બોલિવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત સાથે કામ કરવાની તક મળી હતી. જેમાં ગજરાજ રાવ, રિત્વિક ભૌમિક, બરથા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ અને સિમોન સિંહ પણ મહત્વના રોલમાં છે. ‘મજા મા’ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ સિવાય મલ્હાર ઠાકર વીર-ઈશાનું સીમંત તેમજ વિકીડાનો વરઘોડો જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ પહેલા ઓટીટી પ્લેટફોર્મ પર તેની ‘વાત વાતમાં રિટર્ન્સ’ વેબ સીરિઝ રીલિઝ થઈ હતી. તો બીજી તરફ, આરોહી પટેલની વાત કરીએ તો તે તેના મમ્મી આરતી પટેલ સાથે ‘કડક મીઠ્ઠી’ નામની વેબ સીરિઝમાં દેખાઈ હતી.

Read Latest Entertainment News And Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *