asia cup schedule, Asia Cup 2023: એશિયા કપ શેડ્યુલ, પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ, શ્રીલંકામાં રમાશે ફાઈનલ! - asia cup 2023 schedule only four match in pakistan and final will play in sri lanka

asia cup schedule, Asia Cup 2023: એશિયા કપ શેડ્યુલ, પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ, શ્રીલંકામાં રમાશે ફાઈનલ! – asia cup 2023 schedule only four match in pakistan and final will play in sri lanka


મુંબઈઃ આ વર્ષે ઓગસ્ટના અંતમાં શરૂ થનારા એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાનના હાયબ્રિડ મોડલ પર સંમતિ વ્યક્ત કરી છે. એટલે કે, ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાશે તો ખરી, પરંતુ ફાઈનલ સહિત ઘણી મહત્વની મેચો શ્રીલંકામાં રમાઈ શકે છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલની મીટિંગ જય શાહની અધ્યક્ષતામાં મળી હતી. ચેમ્પિયનશિપમાં છે ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેચવામાં આવી છે. બંને ગ્રુપમાંથી એક-એક ટીમ સુપર ફોર સ્ટેજ માટે ક્વોલિફાઈ કરશે, તે પછી બે વિજેતાઓ વચ્ચે ફાઈનલ રમાશે. 31 ઓગસ્ટએ ઓપનિંગ મેચ બાદ 17 સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે.હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાશે!
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રહેશે. ત્રીજી ટીમ નેપાળ હશે! એવામાં 13 મેચની ચેમ્પિયનશિપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી ત્રણ વખત ટક્કર થઈ શકે છે. પાકિસ્તાનની ટીમ જે મેચમાં રમતી હશે તેની યજમાની લાહોર કરશે. ભારત-પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ ટૂર્નામેન્ટની અન્ય ટીમો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે, તેને જોતા આ એશિયા કપ ઘણો મહત્વનો છે. આ ટૂર્નામેન્ટના કારણે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખેલાડીઓને 50-50 ઓવરની મેચ રમવાની સારી એવી પ્રેક્ટિસ પણ થઈ જશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ નમવું પડ્યું
એશિયન ક્રિકેટ કાઉન્સિલની મીટિંગની અધ્યક્ષતા ચેરમેન જય શાહે કરી. ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાનો બીસીસીઆઈએ ઈનકાર કર્યા બાદ ટૂર્નામેન્ટ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ અંતે પીસીબીએ નમવું પડ્યું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છતું હતું કે, તેમના દેશ ઉપરાંત બાકી મેચ સંયુક્ત આરબ અમીરાતમાં રમાડવામાં આવે, પરંતુ એશિયન દેશોના દબાણ સામે તેને નમતું જોખવું પડ્યું છે. બીસીસીઆઈના સૂત્રોનું કહેવું છે કે, પીસીબી અધ્યક્ષ નજમ સેઠી સાથે ચર્ચા પછી વિવાદ ઉકેલાયો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *