india vs australia 3rd test 2023, ત્રીજી ટેસ્ટઃ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે નોંધાવ્યો કંગાળ રેકોર્ડ - india bowled out for fourth lowest total against australia at home in 3rd test in indore

india vs australia 3rd test 2023, ત્રીજી ટેસ્ટઃ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે નોંધાવ્યો કંગાળ રેકોર્ડ – india bowled out for fourth lowest total against australia at home in 3rd test in indore


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈન્દોરમાં 1 માર્ચ બુધવારથી એટલે કે આજથી ત્રીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થયો. જો ભારત આ ટેસ્ટ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી લેશે. આ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બેટર્સ ઘરઆંગણે સ્પિનર્સ સામે રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 109 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય બેટર્સ ઓસ્ટ્રેલિયન સ્પિનર મેથ્યુ કુહનેમન સામે રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને આ સાથે જ ભારતે એક કંગાળ રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો હતો. કુહનેમને 16 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

ભારતે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચોથો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ લીધી હતી અને ટીમ ફક્ત બે જ સેસનની અંદર 109 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ નોંધાવ્યા હતા. કોહલીએ 22 રન ફટકાર્યા હતા જ્યારે ઓપનર શુભમન ગિલે 21 રનનું યોગદાન આપ્યું હતું. આ ચોથી ઘટના છે જ્યારે ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચોથી વખત સૌથી ઓછા સ્કોર પર આઉટ થઈ છે. ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ભારતનો સૌથી ઓછો સ્કોર 2004માં મુંબઈમાં રમાયેલી ટેસ્ટમાં હતો. ત્યારે ભારતીય ટીમ 104 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. જ્યારે 2017માં ભારતીય ટીમ પુણે ટેસ્ટમાં 105 અને 107 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી.

લોકેશ રાહુલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ જઈ રહેલા ઓપનર લોકેશ રાહુલને અંતે ત્રીજી ટેસ્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બંને ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. આ ઉપરાંત છેલ્લા ઘણી સીરિઝથી તે અપેક્ષા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો ન હતો. જેના કારણે તેની આકરી ટીકાઓ થઈ રહી હતી. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ બાદ તેની પાસેથી વાઈસ કેપ્ટનની જવાબદારી પણ લઈ લેવામાં આવી હતી. લોકેશ રાહુલના સ્થાને ત્રીજી ટેસ્ટમાં શુભમન ગિલને તક આપવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *