પૃથ્વી શોનું શાનદાર પ્રદર્શન
ન્યુઝિલેન્ડ વિરુદ્ધ ટી 20 સીરિઝમાં આખરે પૃથ્વી શોને તક મળી ગઈ છે. જો જોવામાં આવે તો આ રણજી ટ્રોફીમાં આસામ વિરુદ્ધ રમવામા આવેલી 379 બેટિંગનો કમાલ છે. મહત્વનું છે કે મુંબઈના કોઈ પણ બેટ્સમેન દ્વારા રણજી ઈતિહાસી બીજી સૌથી મોટી ઈનિંગ છે. સાથે જ પૃથ્વીએ છેલ્લાં કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ છે.
રવિન્દ્ર જાડેજાની વાપસી
ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વન ડે સીરિઝમાં કે.એલ. રાહુલ અને અક્ષર પટેલ ફેમિલી કારણોસર રમી શક્યા નહોતા. રાહુલની જગ્યાએ વિકેટકીપર તરીકે એસ ભરતને ભારતી ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં રવિન્દ્ર જાડેજાએ વાપસી કરી છે. જે એશિયા કપ 2022 બાદ ક્રિકેટથી દૂર હતો.
બુમરાહ આ કારણથી રહ્યો બહાર
તો જસપ્રીત બુમરાહનું ન્યૂઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ન હોવું દરેકે લોકોને હેરાન કરી રહ્યું છે. બુમરાહને શ્રીલંકા વિરુદ્ધ વનડે ટીમમાં સામેલ કરવામા આવ્યો હતો. પરંતુ સંપર્ણ રીતે ફિટ ન હોવાથી તે સીરિઝમાંથી બહાર રહ્યો હતો.
ક્યારે થશે ટેસ્ટમાં ડેબ્યૂ?
સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે. બંને ખેલાડીઓએ હજુ સુધી ટેસ્ટ ડેબ્યુ કર્યુ નથી. બંનેના પરિવાર અને ચાહકો માટે આ ખરેખરમાં એક મોટા સમાચાર છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરશે.
Latest Cricket News And Gujarat News