સૌથી વધુ રન આપનાર ખેલાડી બન્યો વહાબ
આ ઇનિંગની 20મી ઓવરમાં ઇફ્તિખારે વહાબ રિયાઝને નિશાન બનાવ્યો હતો, ઈફ્તિખારે પ્રથમ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી આખા સ્ટેડિયમને ઉત્સાહથી ભરી દીધુ હતું, ત્રણ બોલમાં ત્રણ સિક્સ વાગતા વહાબે ઈફ્તિખારને રોકવા માટે એંગલ બદલી નાખ્યો હતો તેમ છતા ઈફ્તિખારે ઓવરના છેલ્લા ત્રણ બોલ પર સિક્સર ફટકારી હતી. ઇફ્તિખારની આ વિસ્ફોટક ઇનિંગની મદદથી ક્વેટાની ટીમે 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા. આ છેલ્લી ઓવર સુધી વહાબની બોલિંગ શાનદાર રહી હતી અને ઈનિંગ દરમિયાન ત્રણ વિકેટ પણ ઝડપી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં 36 રન આપીને પેશાવર માટે સૌથી મોંઘો બોલર પણ સાબિત થયો હતો.
13 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી મેચ
પાકિસ્તાન સુપર લીગ 2023 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્તાન સુલ્તાન અને લાહોર કલંદર વચ્ચે રમાશે. આ લીગ 13મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી રમાશે, જ્યારે ક્વોલિફાયર રાઉન્ડ 15મી માર્ચથી શરૂ થશે. અને ફાઇનલ મેચ 19 માર્ચે રમાશે. પાકિસ્તાન સુપરની તમામ મેચો કુલ ચાર સ્થળોએ રમાશે જેમાં મુલતાન, કરાચી, લાહોર અને રાવલપિંડીનો સમાવેશ થાય છે.