વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, આજે બપોરે અમે સીડબલ્યુઆઈના ડાયરેક્ટરને સૂચિત કર્યા કે પસંદગી સમિતિએ સર્વસંમતિથી શિમરોન હેતમાયરના બદલે ટી20 વર્લ્ડ કપમાં શમરહ બ્રૂકસને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે અમે પારિવારિક કારણોસર હેતમાયરના રવાના થવાની તારીખને શનિવારથી સોમવારે કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડે સ્પષ્ટ કર્યું હતું કે જો ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં વધુ કોઈ વિલંબ કે સમસ્યા થશે તો અમારી પાસે હેતમાયરને ટીમમાંથી બહાર કરવા સિવાયનો કોઈ વિકલ્પ રહેશે નહીં. અમે આ અત્યંત મહત્વના વૈશ્વિક આયોજનની તૈયારી માટે ટીમની ક્ષમતા સાથે સમજૂતી કરવા માટે તૈયાર નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શમરાહ હાલમાં જ અમારી આંતરરાષ્ટ્રીય ટી20 ટીમનો ભાગ રહ્યો છે અને તેણે તાજેતરમાં જ સમાપ્ત થયેલી કેરેબિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું છે. તે આ સપ્તાહે શક્ય તેટલી ઝડપથી ઓસ્ટ્રેલિયામાં ટીમ સાથે જોડાઈ જશે.
ટી20 વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ મુજબ છેઃ નિકોલસ પૂરન (સુકાની), રોવમેન પોવેલ, શમરાહ બ્રૂક્સ, યાનિક કરિયાહ, જ્હોનસન ચાર્લ્સ, શેલ્ડન કોટરેલ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, એવિન લૂઈસ, કાઈલે મેયર્સ, ઓબેડ મેકોય, રેમન રીફર, ઓડિયન સ્મિથ.